અમરેલીના સાવરકુંડલામાં નેસડી રોડ પર ટ્રકમાં લાગી આગ

અમરેલીના સાવરકુંડલામાં ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી. સાવરકુંડલામા નેસડી રોડ પર એક ટ્રકમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. આ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર નેસડી રોડ પર કારખાનામાં ગેસ વેલ્ડિંગનું કામ ચાલતું હતું.

ટ્રકમાંથી ડિસ્ટ્રોય કરતી વખતે અચાનક ટ્રકમાં આગ લાગી ગઈ હતી. જો કે બાદમાં સ્થાનિકોએ ટ્રકમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ટ્રક આગમાં સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા અમદાવાદમાં પણ પાર્કિંગ ઉભી રહેલી બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. જો કે તેમાં પણ કોઈને જાનહાનિ થઈ ન હતી. બસમાં તે સમયે કોઈ પેસેન્જર ન હતા.

You might also like