રાજકોટની સબ રજિસ્ટ્રાર કચેરીમાં આગ, દસ્તાવેજો બળીને ખાખ

રાજકોટમાં એકવાર ફરી આગ લાગવાની ઘટના બની છે. રાજકોટના યાજ્ઞિક રોડ પર આગ લાગ્યાની ઘટના સામે આવી છે. આ રોડ પર સબરજિસ્ટ્રારની કચેરીના ઝોન-3માં આગ લાગી છે.

આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા છે. આ આગની ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી. જો કે સબ રજિસ્ટ્રારની કચેરીમાં આગ લાગી હોવાથી કેટલાક અગત્યના દસ્તાવેજો સળગીને રાખ થઈ ગયા હતા.

હજુ રાજકોટના માર્કેટિંગ યાર્ડની આગના પડઘા શાંત પડ્યા નથી, ત્યાં બીજી સરકારી કચેરીમાં આગ લાગવાની ઘટના બની છે. જો કે કયા પ્રકારના દસ્તાવેજો બળીને ખાખ થયા તે અંગે હજુ જાણકારી પ્રાપ્ત થઈ નથી.

You might also like