સુરેન્દ્રનગર-રાજકોટ રોડ પર જૂનાગઢ-દિયોદર રૂટની ST બસમાં આગ, મુસાફરોનો આબાદ બચાવ

સુરેન્દ્રનગરમાં ST બસમાં ગુરૂવારે મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી છે. જૂનાગઢ-દિયોદર રૂટની ST બસમાં આગનો બનાવ બન્યો હતો. રાજકોટ રોડ પર આવેલ નવા સર્કિટ હાઉસ પાસે એકાએક આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જો કે ડ્રાઇવરની સમય સૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ થયોહતો. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગુરૂવારે રાત્રે જૂનાગઢ-દિયોદર રૂટની એસટી બસમાં આગ લાગી હતી. એસટી બસમાં આગ લાગતા ડ્રાઇવરે સમયસુચકતા વાપરી હતી. જેના કારણે મોટી જાનહાનિ થતા બચી ગઇ હતી. આ ઘટનાની જાણ થતા ફાયર અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને આગને કાબૂમાં લેવામાં આવી હતી.

You might also like