આણંદઃ પ્લાયવુડની ફેક્ટરીમાં લાગી આગ, કારણ અકબંધ

નવા વર્ષની શરૂઆતથી જ આગના બનાવો સતત બની રહ્યા છે અને તેમાં જાનહાનિની સાથે સાથે મોટું નુકશાન પણ થઈ રહ્યું છે. આણંદના તારાપુર નજીક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી.

તારાપુર નજીક પ્લાયવુડ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી ગઈ હતી. ફેક્ટરીમાં પ્લાયવુડ એટલે કે લાકડા હોવાથી આગ વધુ વિકરાળ બની ગઈ હતી અને મોટું નુકશાન થવા પામ્યું હતું. આણંદ અને ખંભાતની થઈ 3 ફાયરની ટામ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

જો કે હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હશે તેવું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ રાજ્યમાં ભરૂચમાં પણ આગ લાગવાની ઘટના બની હતી. જો કે ફેક્ટરીમાં કોઈને જાનહાનિ થઈ નથી.

ભરૂચના મહંમદપુરામાં ખોદકામ દરમ્યાન ગેસની પાઈપલાઈન લીક થઈ હતી, જેના પગલે આગ લાગવાની ઘટના બની હતી અને તેમાં 7 વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.

You might also like