નોએડામાં આગનો તાંડવ 6 લોકોનાં મોત નિપજ્યા હતા

નોએડા : દિલ્હીના પરા ગણાતા નોએડામાં આગનું તાંડવ જોવા મળ્યું છે. સેક્ટર 11 ખાતે એક સ્પોર્ટ કંપનીમાં ભીષણ આગ ફાટી નિકળી છે. જેનાં કારણે સમગ્ર કોમ્પલેક્ષમાં આગ લાગી છે. આગનાં કારણે 6 લોકોનાં મોત નિપજ્યા છે. મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. દુર્ઘટનામાં લગભગ 10થી વધારે લોકો દાઝી પણ ગયા છે.

આગનાં કારણે લાખો રૂપિયાનો માલ પણ બળીને ખાખ થઇ ચુક્યો છે. આગ બુઝાવવામાં ફાયર વિભાગ સતત મહેનત કરી રહ્યું છે. હાલ અત્યાર સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જો કે પ્રથમ દ્રષ્ટીએ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર કંપનીમાં 22 લોકો કામ કરી રહ્યા હતા. કંપનીનાં એકાઉન્ટ સેક્શમાં આગ લાગેલી છે. 4-5 લોકોને દોરડાની મદદથી નીચે ઉતારવામાં આવ્યા હતા. આગ ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હતી. ત્યાર બાદ જોત જોતામાં સમગ્ર બિલ્ડીંગમાં આગ ફેલાઇ ગઇ હતી. બિલ્ડિંગ 5 માળની છે.

એક વ્યક્તિએ જીવ બચાવવા માટે 5માં માળથી કુદકો માર્યો હતો જેનાં કારણે તેના કરોડરજ્જુ પર ઇજા થઇ હતી. જેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આગનાં કારણે એક અન્ય મહિલા પણ ગંભીર રીતે દાઝી ગઇ હતી.

You might also like