મુંબઇના કાંદિવલીમાં ભીષણ આગ

મુંબઇ: મુંબઇના દામૂ નગર વિસ્તારમાં ભયંકર આગ લાગી હોવાના સમાચાર છે. આ આગના લીધે અત્યાર સુધીમાં 5 થી 6 ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા છે. આગ એટલી ઝડપથી આગળ વધી રહી છે કે તેના પર કાબૂ મેળવતાં પહેલાં આગ ચારેય તરફ ફેલાઇ ગઇ છે.

આ વિસ્તારમાં વધુ ઝૂંપડપટ્ટીઓ આવેલી છે. અત્યારે આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો ચાલુ છે. અ વિસ્તાર મુંબઇના કાંદિવલીની નજીક આવેલો છે જે દામૂનગર તરીકે ઓળખાય છે. આ વિસ્તાર મોટી સંખ્યામાં લોકો રહે છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પોલીસ અને ફાયર બ્રિગેડ બંને ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. અને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. હજુ સુધી એ જાણકારી પ્રાપ્ત થઇ નથી કે દુર્ઘટનામાં લોકોને ઇજા પહોંચી છે.

પરંતુ આગની જ્વાળાઓ જોતાં લાગી રહ્યું છે કે આ મોટી ઘટના છે. લોકોનું માનીએ તો સિલિન્ડર બ્લાસ્ટ થયો ત્યારબાદ આગ ફાળી નીકળી હોવાના સમાચાર ચારેય તરફ ફેલાઇ ગયા અને અફરા-તફરી મચી ગઇ.

You might also like