ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ, 36 કરોડનું નુકશાન

નવાવર્ષની શરૂઆતમાં આગના સમાચાર બંધ થવાનું નામ લઈ રહ્યા નથી, એવામાં ફરીથી ગુજરાતના ગોંડલમાં આગની ઘટના બની છે. રાજકોટના ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે.

મંગળવારે મોડી રાત્રે અચાનક ગોડાઉનમાં આગ લાગી હતી. છેલ્લા 12 કલાકથી લાગેલી આગ હજુ પણ બેકાબુ છે. એક તરફ મગફળીના પાકના ભાવ ન મળવાની ખેડૂતો બૂમો પાડી રહ્યા છે, ત્યાં આ ગોડાઉનમાં 2 લાખ મગફળીની બોરીઓ પણ આગની ચપેટમાં આવી ગઈ છે. જેના પગલે મગફળીના પાકને નુકશાન થયું છે.

ગોંડલની રામરાજ જીનિંગ મિલના વેરહાઉસમાં આગ લાગી હતી. આ આગના પગલે મગફળીના પાકની સાથે સાથે 36 કરોડનું નુકશાન થયું હોવાની શક્યતા સેવાઈ રહી છે. જો કે હાલમાં પણ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે.

હજુ એકાદ મહિના પહેલા જ રાજકોટમાં યોજાયેલી રાષ્ટ્રકથાના શિબિરમાં પણ આગ લાગી હતી, જેમાં 4 કિશોરીઓના મોત થયા હતા અને 17 કિશોરીઓ દાઝી ગઈ હતી. ઉપરાંત 50 જેટલા તંબૂઓમાં પણ આગમાં બળીને ખાખ થઈ ગયા હતા.

You might also like