મહેસાણા ગેસની લાઇનમાં ભીષણ આગ : લોકોમાં ભાગદોડ

અમદાવાદ : મહેસાણાના મોઢેરા ચાર રસ્તા પાસે આવેલી ગેસની લાઇનમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. પૂજન કોમ્પલેક્ષ નજીક ગેસની લાઇનમાં આગ લાગી જતા સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી ગઇ હતી.

સાબરમતી ગેસ કંપનીની લાઇનનું સમારકામ ચાલતું હતું, તે દરમિયાન આગ લાગી હતી. સમારકામ માટે ખોદાયેલી લાઇનમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી, અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.

જો કે ફાયરટીમ ઘટના સ્થળે યોગ્ય સમયે પહોંચી જવાનાં કારણે તુરંત જ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. જેના કારણે કોઇ મોટી હોનારત ટળી હતી.

You might also like