ધોળકા GIDCમાં ભીષણ આગ, 18થી વધુ ફાયર ફાઇટર ઘટનાસ્થળે

અમદાવાદ: ધોળકા GIDCમાં આવેલી જગમ્બા પોલીમર ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. જેના પગલે અમદાવાદ, સાણંદ, ખેડા અને બાવળા સહિતના 18થી વધુ ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જો કે આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે. આગ કયા કારણસર લાગી હોવાનું જાણી શકાયું નથી. આગને પગલે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું મનાઇ રહ્યું છે, જ્યારે અત્યાર સુધી કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી.

fire-1

અત્રે ઉલ્લેખનીય છે કે નજીકમાં પાણીનો સ્ત્રોત ન હોવાથી આસપાસના તળાવો અને ખાનગી ટેન્કરો મંગાવીને આગ પર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

You might also like