દિલ્હીનાં લોકનાયક ભવનમાં ભીષણ આગ : લોકો ફસાયેલા હોવાની આશંકા

નવી દિલ્હી : દિલ્હીનાં લોકનાયક ભવનમાં અચાનક આગ લાગી ગઇ હતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયરની 26 ગાડીઓ ઘટના સ્થળ પર હાજર છે. આગ બિલ્ડિંગની ચોથા માળ પર લાગી ગઇ હતી. મળતી માહિતી અનુસાર ઇમારતમાં ઘણા લોકો ફસંયેલા હોવાની આશંકા છે. મળતી માહિતી અનુસાર આ આગ બપોરે 3.45 વાગ્યાની આસપાસ લાગી હતી.

હાલ આગ લાગવાનાં કારણ અંગે કોઇ પણ વિભાગ દ્વારા સ્પષ્ટતા નથી કરવામાં આવી રહી. અત્રે નોંધનીય છે કે આ બિલ્ડિંગમાં ઇડી અને આવકવેરા વિભાગની ઓફીસ પણ આવેલી છે. લોકનાયક ભવન ખાન માર્કેટ નજીક આવેલ છે. અને આ ઇમારત કેન્દ્ર સરકારનાં ઘણા કાર્યાલયો આવેલા છે.આ ઇમારતમાં સીબીઆઇ, પ્રવર્તન નિર્દેશાલય અને ઘણી અન્ય સરકારી ઓફીસો પણ આવેલી છે.

રાષ્ટ્રીય અનુસૂચિત જાતી પંચનું કાર્યાલય પણ ઇમારતનાં 5માં માળ પર આવેલું છે. આગથી હજી સુધી કોઇ પણ વ્યક્તિને નુકસાન પહોંચ્યું હોવા અંગે માહિતી મળી નથી. હાલ ફાયરનાં અધિકારીઓનાં અનુસાર ઇમારતમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષીત રેસક્યું કરી લેવામાં આવ્યા છે. ફાયરબ્રિગેડની ગાડીઓ આગ બુઝાવવા માટેનું કામ કરી રહી છે.

You might also like