નિવૃત્ત ડીજીપી ચિત્તરંજન સિંઘના બંગલામાં પાર્ક કરેલી બે ગાડીઅોમાં અાગ લાગી

અમદાવાદ: શહેરના શાહીબાગ વિસ્તારમાં અાવેલ અાઈપીઅેસ મેસમાં બંગલા નં. ૫માં ગત મોડી રાત્રે પાર્ક કરેલી બે ગાડીઅોમાં અચાનક અાગ લાગી હતી. અાગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતાં કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને અાગને કાબૂમાં લીધી હતી.

ફાયર બ્રિગેડનાં સૂત્રોના જણાવ્યા મુજબ શાહીબાગ ડફનાળા પાસે અાઈપીઅેસ મેસ અાવેલ છે. અા મેસમાં તમામ અાઈપીએસ અધિકારીઅોના બંગલા અાવેલા છે. બંગલા નં. ૫માં નિવૃત્ત ડીજીપી ચિત્તરંજન સિંઘ રહે છે. તેમના બંગલા બહાર ફોર્ડ ફીએસ્ટા અને મારુતિ ઝેન કાર પાર્ક કરેલી હતી. અા બંને કારમાં ગત મોડી રાત્રે ૧૧.૪૫ની અાસપાસ એકાએક અાગ લાગી હતી.

અાગ લાગતાં જ મેસમાં હાજર સિક્યોરિટીઅે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ગાડી તાત્કાલિક અાઈપીઅેસ મેસમાં પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી અાગને કાબૂમાં લીધી હતી. અા બનાવમાં કોઈ જાનહા‌િન થવા પામી નહોતી. અાગ લાગવા અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

You might also like