કારમાં અચાનક જ અાગ ભભુકી ઉઠતા ભયનો માહોલઃ પરિવારનો અદ્દભૂત બચાવ

અમદાવાદ: વડોદરા નેશનલ હાઈવે-૮ પર વાસદ ટોલનાકા પાસેથી પસાર થઈ રહેલી એક કારમાં અચાનક જ અાગ ભભુકી ઉઠતા ભયના માહોલ સાથે અફરાતફરી મચી ગઈ હતી. જોકે કારમાં સવાર એક પરિવારના ચાર સભ્યો કૂદીને બહાર નીકળી જતાં તમામનો અદ્દભૂત બચાવ થયો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે અાણંદથી કારમાં નીકળી એક પરિવારના ચાર સભ્યો વડોદરા તરફ જઈ રહ્યા હતા ત્યારે વડદોરા નેશનલ હાઈવે-૮ પર વાસદ ટોલનાકા નજીક જ કારમાં અચાનક જ અાગ લાગી હતી. અાગના વિક્રાળ સ્વરૂપે જોતજોતામાં જ કારને લપેટમાં લઈ લીધી હતી. કારમાં સવાર ચાર વ્યક્તિઓ સમય સુચકતા વાપરી કારમાંથી નીચે કૂદી પડતાં અા તમામનો અદ્દભૂત બચાવ થયો હતો.

અાગની જ્વાળાઓ ઊંચે સુધી ફેલાઈ હોય હાઈવે પર ભયનો માહોલ સર્જાયો હતો અને રોડ પર બંને તરફનો ટ્રાફિક થંભી જતાં અનેક વાહનચાલકો હાલાકીમાં મુકાઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડના જવાનોઓએ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી જઈ પાણીનો મારો ચલાવી અાગને ઓલવી નાખી હતી. જોકે અાગમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કિટના કારણે અાગ લાગી હોવાનું જાણવા મળે છે.

http://sambhaavnews.com/

You might also like