વડોદરામાં અચાનક જ 40 વિદ્યાર્થીઓ સાથેની બસ ભડભડ સળગી ઉઠી

વડોદરા : શહેરનાં અકોટા દાંડીયા બજાર ઓવરબ્રિજ પરથી જઇ રહેલી બેંકર હાર્ટ નર્સિંગ હાર્ટ ઇન્સિટ્યુટની બસમાં અચાનક આગ ફાટી નિકળતા ભયનો માહોલ સર્જાયો હતો. બસનાં ગીયર બોક્ષમાંથી પહેલા આગ લાગી હતી. બસનાં ગેયર બોક્સમાં આગ લાગી હોવાથી આગળનાં દરવાજેથી વિદ્યાર્થીનીઓ નિકળી શકે તેમ નહોતી અને ફસાયા હતા. આગ લાગવાનાં કારણે ભારે કાગરોળ મચી હતી. જો કે રાહદારીઓ દ્વારા ત્વરીત જ તમામ બારીનાં કાચ તોડીને વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરની બેકર હાર્ટ નર્સિંગ ઇન્સિટ્યૂટની બસ બપોરે 1 વાગ્યાની આસપાસ શહેરનાં અકોટા દાંડિયા બજાર ઓવરબ્રિજ પરથી પસાર થઇ હતી. જેમાં 40 જેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા. જો કે અચાનક જ બસનાં ગિયર બોક્ષમાં આગ લાગી હતી. આગ બસનાં આગળનાં ભાગમાંથી ચાલુ થઇ હતી. ડ્રાઇવરે તમામ વિદ્યાર્થીઓને ઉતરી જવા કહ્યું હતું. 40 જેટલા વિદ્યાર્થીઓ બસમાંથી નીચે ઉતરી ગયા હતા. માત્ર બે મિનીટમાં જ સમગ્ર બસમાં આગ લાગી હતી. જો કે સ્થાનિક લોકોએ ત્વરીત પગલા લેતા બસનાં કાચ તોડીને વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા.

જો કે રાહદારીઓની સુજબુજનાં કારણે મોટી દુર્ઘટનાં ટળી ગઇ હતી. હાલ તો આગ કયા કારણે આગ લાગી વગેરે મુદ્દાઓ પર તપાસ ચાલી રહી છે. હાલ તો કોઇ વિદ્યાર્થીને મોટી ઇજા થઇ હોવાની માહિતી નથી.

You might also like