પટાનાના એક મોલમાં લાગી આગ, કરોડોની સંપત્તિ થઇ ખાખ

પટનાઃ બિહારની રાજધાની પટનાના શ્રીકૃષ્ણાપુરી વિસ્તારમાં બોરિંગ રોડ ચાર રસ્તા પર એક મોલમાં સવારમાં ભીષણ આગ લાગતા કરોડની સંપત્તિ ખાખા થઇ ગઇ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે બોરિંગ રોડ ચાર રસ્તા પર આવેલ પેટ્રોલ પંપની પાછળ આવેલ જીબી મોલમાં સવારે ભીષણ આગ લાગી હતી. જોત જોતામાં આ આગ એપાર્ટમેન્ટના પાંચ માળ સુધી ફેલાઇ ગઇ હતી. આ દુર્ઘટનામાં કરોડો રૂપિયાની સપંત્તિ ખાખ થઇ ગઇ હતી. જોકે આગ લાગવાથી પેટ્રોલ પંપને કોઇ પણ પ્રકારનું નુકશાન થયું નથી. સૂત્રોએ જણાવ્યું છે કે આગ લાગવાને કારણે હાલ જાણી શકાયું નથી. ફાયરબ્રિગેડની દસ ગાળીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઇ છે.

છેલ્લાં ત્રણ કલાકથી ફાયરબ્રિગેડ ઘટના સ્થળ પર છે.  ખૂબ જ મુશ્કેલથી આગ કાબુમાં લાગી છે. પોલીસ હાલ ઘટના અંગે તપાસ કરી રહી છે. આ અંગે બીજેપી નેતા અને પૂર્વ ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ જણાવ્યું હતું કે આ મોલનું નિર્માણ રાષ્ટ્રીય જનતા દળના સાંસદ અને પૂર્વ મંત્રી શ્રીનારાયણના પુત્રએ કર્યું હતું. તેમાં જ રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી અચાર્યની ઓફિસ છે. આ બિલ્ડિંગમાં આગ કાબુમાં લેવાની પણ કોઇ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. ઘટના બાદ ફાયરબ્રિગેડની ગાડી કેમ ઝડપથી આવી નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવશે. આ આગમાં કરોડો રૂપિયાનું નુકશાન થયું છે.

http://sambhaavnews.com/

You might also like