વેરાવળ બંદરમાં પથરાવાળી ગોદીમાં આગ લાકતા ઝૂપડું અને બોટ બળીને ખાખ

ગીર સોમનાથના વેરાવળ બંદરમાં વહેલી સવારે આગનો બનાવ બન્યો હતો. વેરાવળ બંદરમાં આવેલ પથરાવાળીગોદીમાં આગ લાગતાં એક ઝૂપડું અને બોટ બળીને ખાખ થઇ ગયા હતા.

આગના બનાવની જાણ થતાં ત્રણ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ભારે જહેમત બાદ ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો. જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હોત તો બંદરમાં રહેલી બીજી હજારો બોટ આગની ચપેટમાં લપટાઇ જવાની આશંકા હતા.

જો કે આગના બનાવમાં કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. જ્યારે કયા કારણોસર લાગી તેને લઇને હાલ તપાસ કરવામાં આવી રહી છે.

You might also like