દાહોદ: મકાનમાં આગ લાગતા માતા અને 2 સંતાનોનાં મોત

દાહોદ : દાહોદ નજીક આવેલા રોઝમ ગામ ખાતે શોર્ટ સર્કિટનાં કારણે લાગેલી આગમાં 3 લોકોનાં મોત નિપજ્યા હતા. શોર્ટ સર્કિટ બાદ ઘરમાં આગ લાગી હતી જેનાં કારણે ઘરમાં રહેલ માતા અને બે સંતાનોનાં મોત નિપજ્યા હતા. જ્યારે બચાવવા જતા 3 અન્ય લોકો દાઝી ગયા હતા. જેઓની સારવાર ચાલી રહી છે. દાહોદથી 10 કિલોમીટર દુર આવેલા રોઝમ ગામ ખાતે સવારે શોર્ટ સર્કિટ બાદ આગ લાગી ગઇ હતી. આ આગ ધીરેધેરે મકાનમાં ફેલાઇ ગઇ હતી. જોત જોતામાં મકાન સળગવા લાગ્યું હતું.
મકાનમાં ઉંધી રહેલ માતા અને બે સંતાનોનું આગનાં કારણે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણની હાલ સારવાર ચાલી રહી છે. ગામલોકો દ્વારા આગને કાબુમાં લેવા માટે ભરપુર પ્રયાસો છતા પણ આગ કાબુમાં આવી નહોતી. જેથી દાહોદ ફાયર ટીમ ઘટનાં સ્થળે પહોંચીને આગ કાબુમાં લીધી હતી. બેકાબુ બનેલી આગમાં શંકરભાઇ રાઠોકનું આખુ મકાન સળગીને ખાખ થઇ ગયું હતું. તેમજ આ આગમાં તેમનાં પત્ની નીરૂબેન અને પુત્ર તથા પુત્રી ઘરની બહાર નહી નિકળી શકવાનાં કારણે મોત નિપજ્યા હતા.
ઘટના અંગે જાણ થતા જ દાહોદ પોલીસ તથા દાહોજ મામલતદાર પણ ઘટનાં સ્થળે પહોંચી ગયા છે. હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ આદરી છે. જો કે આગ કઇ રીતે લાગી અને મૃત્યુ કઇ રીતે થયા એ અંગે વિસ્તૃત તપાસ કરવામાં આવશે.

You might also like