લંડનનાં ગ્રેનફેલ ટાવરમાં ભીષણ આગ, 6નાં મોત

લંડનની સુપ્રસિદ્ધ 24 માળની ગ્રેનફેલ ટાવરમાં ભીષણ આગ લાગી છે. ઘટના સ્થળ પર 40 ફાયર ફાઇટર તેમજ 200 ફાઇટરો આગ પર કાબૂ મેળવાની કોશિષ કરી રહ્યા છે. ગ્રેનફેલ ટાવર એપાર્ટમેન્ટમાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. મળતા અહેવાલ મુજબ આ બિલ્ડીમાં ઘણા લોકો રહે છે. ગ્રેનફેલ ટાવરમાં અચનાક આગ લાગતા એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળવાની તક પણ મળી નહોતી. હાલમાં દુર-દૂરથી ટાવરમાં લાગેલી આગના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. આ બિલ્ડીંગ અંદાજે 120 ફલેટ હોવાના કારણે અંદાજે 120 પરિવાર રહે છે. જો કે હાલમાં કોઇ જાનહાનિ ના કોઇ સમાચાર પ્રાપ્ત થયા નથી.
http://sambhaavnews.com/

You might also like