ઢાલગરવાડમાં કાપડની દુકાનમાં અાગ લાગતાં ભારે દોડધામ

અમદાવાદ: શહેરના ઢાલગરવાડ વિસ્તારમાં અાવેલી કાપડની દુકાનમાં અાજે વહેલી સવારે અચાનક જ અાગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી.

અા અંગેની વિગત એવી છે કે ઢાલગરવાડમાં અાવેલ પ્રમાણિક ક્લોથ સેન્ટર નામની કાપડની દુકાનમાં અાજે સવારે સાત વાગ્યાના સુમારે અાગ ફાટી નીકળી હતી. અા વિસ્તારમાં કાપડની સંખ્યાબંધ દુકાનો અાવેલી હોઇ ભારે દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કા‌િલક વોટર ટેન્કર સાથે પહોંચી જઈ પાણીનો મારો ચલાવી અાગને કાબૂમાં લીધી હતી.

અાગમાં કાપડનો જથ્થો તેમજ અન્ય ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઇ હતી. અાગમાં થયેલ નુકસાનનો અાંક જાણવા મળ્યો નથી. અા અાગ શોર્ટસર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. અા ઘટનામાં કોઈને જાનહાની થવા પામી નથી.

You might also like