વાપી જીઅાઈડીસીની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ સાથે અાગ લાગતાં દોડધામ

અમદાવાદ: વાપી જીઅાઈડીસીમાં અાવેલી એક કેમિકલ ફેકટરીમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ અાગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી. અા ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અંદાજ છે.  અા અંગેની વિગત એવી છે કે વાપી જીઅાઈડીસીના જે-ટાઈપ વિસ્તારમાં અાવેલી કેમિકલ કંપનીના પ્રોડક્શન વિભાગમાં મોડી રાતે અચાનક જ બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ સાથે જ અાગ ફાટી નીકળી હતી. અાગ ફાટી નીકળતાં ફેક્ટરીમાં કામ કરતા કામદારોએ જીવ બચાવવા માટે દોડધામ કરી મૂકી હતી. ગેસની પાઈપલાઈનમાં પ્રેશર વધતાં બ્લાસ્ટ સાથે અાગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનોએ તાબડતોબ પહોંચી જઈ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ અાગને અંકુશમાં લીધી હતી.
http://sambhaavnews.com/

You might also like