થાઇલેન્ડઃ બોડિંગ સ્કૂલની હોસ્ટેલમાં આગ લાગતા 17 વિદ્યાર્થીઓના મોત

728_90

બેંકકોગઃ થાઇલેન્ડની એક બોડિંગ સ્કૂલની હોસ્ટેલમાં આગ લગવાને કારણે 17 વિદ્યાર્થીઓના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘવાયા છે. ઉત્તરી થાઇલેન્ડમાં પોલિસ કંમાન્ડરે તેની તપાસ હાથ ધરી છે. વિંગપાતાઓ જિલ્લામાં કમાંડર શિયાંગ રાયે જણાવ્યું છે કે ગત રાત્રે લગભગ 11 વાગ્યે આગ લાગી હતી. 17 છોકરીઓનું આગ લાગવાને કારણે મોત થયું છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓમાં બેની હાલત ગંભીર છે. આ સ્કૂલ એક ખાનગી ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવી રહી છે. અહીં અભ્યાસ સાથે ત્રણથી 13 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ઘટના અંગે હાલ તપાસ ચાલી રહી છે. પણ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે આ સ્કૂલ આર્થિક રીતે નબળા એવા પહાળી વિસ્તારના લોકોને ભણાવે છે. ફોરેસિક ટીમના એક અધિકારીએ જણાવ્યું છે કે આગ પર કાબુ કરી લેવામાં આવ્યો છે. પરંતુ આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

 

You might also like
728_90