ગ્વાલિયરઃ AP-AC એક્સપ્રેસ ટ્રેનના 4 કોચમાં લાગી આગ, યાત્રીઓ સુરક્ષિત

મધ્યપ્રદેશમાં ગ્વાલિયર પાસે એક ટ્રેનમાં આગ લાગી હતી. રિપોર્ટ પ્રમાણે આંધ્ર પ્રદેશ એસી એક્સપ્રેસના ચાર કોચ આગની લપેટમાં આવી ગયા હતા. તમામ યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢી લાવામાં આવ્યા છે.

સોમવારે ગ્વાલિયરના બીડલાનગર સ્ટેશન પર ઉભેલી આંધ્ર પ્રદેશ એસી એક્સપ્રેસમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાનુ કારણ હજુ સૂધી અકબંધ છે, પણ સુત્રોના અનુસાર એસીમાં થયેલી કોઈ ખામીના કારણે આગ લાગી હોવનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. પહેલા ટ્રેનના બે કોચમાં આગ લાગી હતી, જે વધીને 4 કોચમાં ફેલાઈ ગઈ હતી.

યાત્રીઓનું કહેવું છે કે ટ્રેનના અંદર રહેલા આગ પર કાબુ મેળવવાના સાધનોનો ઉપયોગ કર્યો હતો તો પણ આગ ઓલવાઈ નહોતી. ઘટના બાદ હજારો લોકોની ભીડ એકઠી થઈ હતી.

રેલવે એપી એક્સપ્રેસમાં સવાર યાત્રીઓને તેમના સ્થળ સુધી પહોંચાડવાનું કામ શરૂ કર્યુ હતુ. આ ઘટનામાં જાનહાનીના કોઈ સમાચાર નથી. દરેક યાત્રીઓને સમયસર બહાર કાઢી લેવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાંણે આગ પર કાબુ પણ મેળવી લેવામાં આવ્યો છે. સાથે જ રેલવેએ આ ઘટનાની તપાસના આદેસ આપી દિધા છે.

You might also like