છિંદવાડામાં સહકારી સમિતી કેન્દ્રમાં આગ લાગી : 20 લોકોનાં મોત નિપજ્યા

છિદવાડા : મધ્યપ્રદેશનાં છિંદવાડા જિલ્લામાં એક મોટી દુર્ઘટનાં થઇ છે. અહીં રેશ વિતરણ કરનારી એક સહકારી સમિતી કેન્દ્રમાં આગ લાગવાનાં કારણે ઓછામાં ઓછા 20 લોકોનાં મોત નિપજ્યા છે. મળતી મહિતી અનુસાર આ દુર્ઘટનાં કેરોસિન વિતરણ દરમિયાન થયું. આગ બુઝાવવાની કાર્યવાહી ચાલી રહી છે એઅને બીજી તરફ શબોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. મૃતકોની સંખ્યાનાં મુદ્દે હજી સુધી અધિકારીક કોઇ નિવેદન નથી આવી રહ્યું.

જો કે સ્થાનિક મીડિયાનો દાવો છે કે આ સંખ્યા 20થીવધારે પણ હોઇ શકે છે. તે ઉપરાંત તે પણ સ્પષ્ટ છે કે કુલ કેટલા લોકો સોસાયટી ભવનની અંદર હાજર હતા. સરકારે મૃતકોનાં પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી દીધી છે. મળતી માહિતી અનુસાર જે સહકારી સમિતી કેન્દ્રમાં આગ લાગી છે, તે ઇરીઇ વિસ્તારમાં બારવી ગામ ખાતે છે. અહીં શુક્રવારે કેરોસીન વિતરણનું કામ ચાલી રહ્યું હતું.

આ દરમિયાન કોઇ કારણથી અચાનક આગ લાગી ગઇ. અત્યાર સુધી કારણ સ્પષ્ટ નથી થઇ શક્યું. સરકારની તરફથી દુર્ઘટનાના કારણે કંઇ પણ સ્પષ્ટ જણાવવામાં નથી આવી રહ્યું. સ્થાનીક મીડિયા અનુસાર કેરોસીન વિતરણ દરમિયાન કોઇ બીડી – સિગરેટ પીવાનાં કારણે આગ લાગી. રૂમની અંદર અનાજની બોરીઓ પણ હતી. જેનાં કારણે આગ જોતજોતામાં ફેલાઇ ગઇ હતી. જેથી અંદર જે લોકો હતા તેઓને બહાર નિકળવાનો મોકો જ નહોતો મળ્યો.

You might also like