ઉતરાખંડનો દાવાનળ વકર્યો : તમામ જિલ્લાઓ આગની ઝપટે

દેહરાદૂન : ઉતરાખંડનો એક પણ જિલ્લા એવો નથી જે જંગલમાં લાગેલી આગની ઝપટે ન ચડ્યો હોય. થોડા સમય પહેલા લાગેલ દાવાનળનાં પગલે તમામ 13 જિલ્લાઓને અસર થઇ છે. અત્યાર સુધીમાં 6 લોકોનાં મોત પણ નિપજ્યા છે. દુર્ઘટનાં એટલી મોટી છે કે વડાપ્રધાન કાર્યાલય પણ ચિંતામા મુકાયું છે. કેન્દ્રની બે એનડીઆરએફ ટીમોને પણ મોકલવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. એનડીઆરએફનાં 135 સભ્યો રાજ્યનાં અલગ અલગ વિસ્તારોમાં આગ ઓલવવાનાં કામમાં જોડાયા હતા.

કુમાઉ અને ગઢવાલ વિસ્તારમાં 1900 હેક્ટરમાં ફેલાયેલી આગનાં કારણે જંગલોને ઘણુ નુકસાન થયું હતું. અત્યાર સુધીમાં 6 લોકોનાં મોત નિપજ્યા હતા. આગનાં કારણે એક નેશનલ હાઇવે પણ બંધ કરવામાં આવ્યો હતો. ગવર્નર કે.કે પોલેજણાવ્યું કે એનડીઆરએફની ટીમની મદદ લેવાઇ રહી છે. આત્યાર સુધીમાં આગની 922 ઘટનાઓ નોંધાઇ છે. વન વિભાગનાં અનુસાર સૌથી વધારે પૌઢી, ટેહરી અને નૈનિતાલ પ્રભાવિત થયા છે.

આગની ઘટના તો સામાન્ય છે પરંતુ આ વખતે આગની ઘટનાઓ ખુબ મોટા પ્રમાણમાં જોવા મળી હતી. સામાન્ય રીતે અહી 15 ફેબ્રુઆરીથી આવી ઘટનાઓ બનતી હોય છે. જો કે આ વર્ષે આગની ઘટનાઓમાં એકાએક વધારો થયો છે. મોટા પ્રમાણમાં આગની ઘટનાનાં કારણે પ્રાણીઓની પણ ખુંવારી વધારે થઇ હોવાની ઉપરાંત આગનાં ઉપદ્રવને કારણે પ્રાણીઓ રહેંણાંક વિસ્તારમાં આવી જવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે.

You might also like