ભુવનેશ્વરમાં હોસ્પિટલનાં ICUમાં લાગી આગ : 22 લોકોનાં મોત

ભુવનેશ્વર : શહેરની ઇન્ડિયન ઇન્સિટ્યુટ ઓફ મેડિકલ સાઇન્સીઝ એન્ડ સમ હોસ્પિટલની આઇસીયુ વોર્ડમાં આગ લાગવાથી 22 લોકોનાં મોત નિપજ્યા હોવાનાં પ્રાથમિક અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. 14 લોકોનાં મૃત્યુની અધિકારીક પૃષ્ટી થઇ ચુકી છે. લગભગ 20 લોકો આગથી સળગીને મોતને ભેટ્યા છે.

જ્યારે કેટલાક લોકો હજી પણ વોર્ડમાં ફસાયેલા હોવાની આશંકા છે. ફાયર વિભાગની 5 ગાડીઓ સતત આગ બુઝાવવાનાં પ્રયાસો કરી રહ્યા છે. મોટા ભાગના દર્દીઓનાં મોત શ્વાસ રૂંધાવાના કારણે થઇ છે. બ્રોટો સ્કાઇલિફ્ટ દ્વારા ફાયર વિભાગ હોસ્પિટલના છાપરે જઇને આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી. આઇસીયુ વોર્ડમાં આગ લાગવાનાં કારણે પણ મરનારા લોકોની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતાઓ છે. હાલ ફાયર વિભાગ સતત લોકોના જીવ બચાવવાનાં પ્રયાસો કરી રહ્યા છે. જો કે આગ ખુબ ભયંકર રીતે ફેલાઇ રહી છે.

You might also like