મુંબઈઃ મુંબ્રામાં ગોડાઉનમાં લાગી આગ, 1 વ્યક્તિનું મોત

મુંબઈમાં ફરીથી એક વાર આગની ઘટના બની છે અને તેમાં 1નું મોત થયું છે. મુંબઈનમા મુંબ્રા એરિયાના ખાન કમ્પાઉન્ડમાં આવેલા એક ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી.

ખાન કમ્પાઉન્ડમાં આવેલ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી, જેમાં 1 વ્યક્તિનું મોત થયું છે. જો કે આગ કયા કારણોસર લાગી તે જાણવા મળ્યું નથી, પરંતુ કેટલાક નજરે જોનાર લોકોનું કહેવું છે કે ગેસ સિલિન્ડર ફાટવાથી આગ લાગી છે.

આ લાગતા જ પ્લાસ્ટિકની ફેક્ટરી હોવાથી આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જો કે ઘટનાસ્થળે તરત જ ફાયરબ્રિગેડની ટીમ આવી ગઈ હતી. ફાયર દ્વારા ભારે જહેમત બાદ આગ હોલવવામાં આવી હતી.

બીજી તરફ મુંબઈના અંધેરી વિસ્તારમાં મિત્તલ એસ્ટેટમાં આવેલ ગોડાઉનમાં આગ લાગી છે. જો કે આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. મળતી માહિતી મુજબ બિલ્ડિંગમાં ચાલતા પ્રિન્ટિંગ પ્રેસમાં આગ લાગી હતી.

You might also like