જામનગર સેક્શન રોડ પરના ખુલ્લા વાડામાં લાગી આગ

એન્કર : જામનગરમાં શરુ સેક્સન રોડ પર આવેલા એક ખુલ્લા વાડામાં પડેલા લાકડાના જથ્થામાં આગ લાગી જવાની ઘટના બની હતી. લાકડા સૂકા હોવાથી તેમાં લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા અફડાતફડી ભર્યો માહોલ સર્જાયો હતો.

જો કે ફાયર બ્રિગેડની ટીમ સમયસર પહોચી ગઈ હતી અને પાણીનો માચો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. જામનગરમાં શરુ સેક્સન રોડ પર ગત રાત્રે આવાસ યોજનાના આઠ માળિયા પાસે ખુલા વાડામાં લાકડાના જથ્થામાં આગ લાગી હતી. આ બનાવના પગલે જામનગર મહાનગર પાલિકાની ફાયર શાખાના ફાયર ટેન્કરો દોડાવાયા હતા.

ખુલ્લા વાડામાં લોકોએ કાપી નાખેલા ઝાડી ઝાંખરાના સૂકા લાકડા પડ્યા હતા. જેમાં કોઈક કારણોસર આગ લાગી હતી. આ બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા. ફાયરની બે ગાડીની ટીમે આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. જો કે તંત્ર દ્વારા અહીં સૂકા લાકડા મૂકાતા હોવા છતાં કોઈ ધ્યાન અપાયું નથી, તેવો દાવો સ્થાનિકોએ કર્યો હતો.

You might also like