બાંગ્લાદેશમાં ફેક્ટરીમાં આગ: 21નાં મોત, 70 ઘાયલ

બાંગ્લાદેશ: બાંગ્લાદેશની રાજધાની ઢાકાની ઉત્તરે આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં ચાર માળના એક પેકીજીંગ ફેકટરીમાં એક બોઈલર વિસ્ફોટ થતા ભયંકર આગ લાગી હતી. આ આગમાં ઓછામાં ઓછા 21 લોકોના મોત નીપજ્યા હતા અને 70થી વધુ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

ગાજીપુર ફાયર સેવા અને નાગરિક સુરક્ષાના ઉપ સહાયક નિદેશકના જણાવ્યા મુજબ ઢાકાના બીસિક ઔદ્યોગિક વિસ્તારમાં સવારે લગભગ 6.15 વાગ્યે ચાર માળની ટેમપકો પેકેજીંગ ફેકટરીમાં બોઈલર ફાટવાના કારણે આગ લાગી હતી. સરકારી ઢાકા મેડીકલ કોલેજ હોસ્પિટલના ડોકટરોએ જણાવ્યું હતું કે 15 લોકોના મોત થયા છે અને અન્ય 70 લોકો ઘાયલ છે,જેમાં ઘણા ઘાયલો ગંભીર સ્થિતિમાં છે.

વધુમાં ડોક્ટરોએ જણાવ્યું હતુ કે ઘાયલોમાં દસની હાલત નાજુક છે. સરકારી હોસ્પીટલના ડોક્ટર મોહમ્મદ પરવેઝ મિયાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં કુલ દસ લાશ રાખવામાં આવી છે. ફાયર બ્રિગ્રેડના કર્મચારીઓના આગ ઉપર કાબુ મેળવવાના ખુબ પ્રયાસો પછી પણ આગ વધુ ઝડપથી ફેલાતા ફેક્ટરીનો એક ભાગ બળી ગયો હતો. આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની 20 ગાડીઓ કામે લગાડવામાં આવી છે.

આ કારખાનામાં બટાટા વેફર, મચ્છર મારવાની કોઈલ વગેરે ઘરેલું સામાનનું ઉત્પાદન અને પ્લાસ્ટિક પેકેજીંગના છાપકામનું કામ થતું હતું.

You might also like