વાડીમાં અાવેલા ઝૂંપડામાં અાગ લાગતાં ખેત મજૂર પરિવારનાં ત્રણ બાળકો બળીને ભડથું

અમદાવાદ: અમરેલીથી ૪૦ કિલોમીટર દૂર ધારી નજીક અાવેલા ગીગાસણ ગામની સીમની વાડીના એક ઝૂંપડામાં અાજે વહેલી સવારે પાંચ વાગે અચાનક જ અાગ ફાટી નીકળતા ખેત મજુર પરિવારનાં ત્રણ માસૂમ બાળકો બળી ભડથું થઈ જતાં અા ઘટનાએ ભારે અરેરાટી ફેલાવી છે.  પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે અમરેલી જિલ્લાના ધારી નજીક અાવેલા ગીગાસણ ગામના ખેડૂતની વાડીમાં ગોધરાનો એક મજુર પરિવાર છેલ્લા કેટલાક વખતથી ખેત મજુરી કરે છે અને વાડીમાં જ બાંધેલા ઝૂંપડામાં રહે છે. અાજે વહેલી સવારે ખેત મજુર યુવાન અને તેની પત્ની મોટર ચાલું કરી પાણી વાળતા હતા અને તેની પાંચ અને સાત વર્ષની બે પુત્રીઓ અને બે વર્ષનો પુત્ર ઝૂંપડામાં સુતા હતા.

સવારે છ વાગ્યાના સુમારે અચાનક જ ઝુંપડામાં અાગ ફાટી નીકળી હતી. ઝુંપડામાં અાગ લાગતા જ પતિ-પત્ની કામ પડતું મુકી ઝૂંપડા તરફ ગયા હતા પણ અાગની વિક્રાળતાએ જોતજોતામાં જ અાખા ઝૂંપડાને લપેટમાં લઈ લેતાં ઝુંપડાની અંદર ભરઊંઘમાં સુઈ રહેલા અા ત્રણેય બાળકો બળીને ખાક થઈ ગયા હતા. બનાવની જાણ થતાં ગ્રામજનો ઘટનાસ્થળે દોડી અાવ્યા હતા અને પાણીનો મારો ચલાવી અાગને બુજાવી દીધી હતી. પોલીસે પણ તાત્કાલીક અાવી પહોંચી ત્રણેય લાસને પીએમ માટે મોકલી અાપી અા અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like