કેજરીવાલ પોતાના જ ફાંસલામાં ફસાયા : શીલા પર કેસ દાખલ

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં થયેલા 400 કરોડ રૂપિયાનાં વોટર ટેન્કર ગોટાળા મુદ્દે ફરિયાદ દાખલ થઇ ચુકી છે. એસીબીએ શરૂઆતી તપાસ બાદ દિલ્હીનાં પુર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત અને હાલનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ દાખલ થતયા બાદ શીલા દીક્ષિતે કહ્યું કે તેમને જે કાંઇ પણ કરવું હોય તે કરવા દો હું આ અંગે કાંઇ પણ કહીશ નહી.

ટુંક સમયમાં જ પુછપરછ
એસબીચીફ મુકેશ કુમાર મીણાએ કહ્યું કે પ્રોવેન્શન ઓફ કરપ્શન એક્ટ અને આઇપીસીની અલગ અળગ કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું જે લોકો પણ તપાસનાં વર્તુળમાં આવશે તેમની ટુંક જ સમયમાં પુછપરછ કરવામાં આવશે.

એસીબીને મળી બે ફરિયાદ
આ ગોટાળા મુદ્દે એલજી ઓફીસની તરફથી એસીબીને બે ફરિયાદ મળી હતી. એસીબીમાં દાખલ થયેલી ફરિયાદોનાં આધાર પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

કેજરીવાલ પર ફાઇલ દબાવવાનો આરોપ
ભાજપનાં નેતા વિજેન્દ્ર ગુપ્તાએ કેજરીવાલની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. કેજરીવાલ પર તપાસ રિપોર્ટની ફાઇલ દબાવવાનો આરોપ છે. બીજી ફરિયાદ દિલ્હી સરકારની તરફથી શીલા દિક્ષીત વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી. કેસ દાખલ થયા બાદ ગુપ્તાએ કહ્યું કે આ અમારી નૈતીક જીત છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઇમાં અમને સફળતા મળી રહી છે.

શું છે વોટર ટેંકર ગોટાળો
ઉલ્લેખનીય છે કે 2012માં દિલ્હી જળ બોર્ડે 385 સ્ટીલનાં ટેંકર ભાડે લીધા હતા. તે સમયે શીલા દિક્ષીત મુખ્યમંત્રીની સાથે જ દિલ્હી જળ બોર્ડનાં અધ્યક્ષા પણ હતા. આરોપ છે કે જેનાં ટેન્કર ભાડે લેવામાં આવ્યા હતા તેમાં પૈસાની લેવડ દેવડ થઇ હતી. આ મુદ્દે ચારસૌ કરોડ રૂપિયાનાં ગોટાળાની વાત સામે આવી હતી.

You might also like