કોમેડિયન કપિલ શર્મા સામે FIR નોંધાઈ, જાણો શું છે આખો મામલો

મુંબઈ: કોમેડિયન કપિલ શર્માની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. બુધવારે મુંબઈના વર્સોવા પોલિસના પર્યાવરણ અધિનિયમનું ઉલ્લંઘન કરવાના મામલામાં મશહૂર કોમેડિયન કપિલ શર્મા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. કપિલ પર આરોપ છે કે તેમણે વર્સોવામાં પોતાની ઓફિસ માટે મેંગ્રોવ નષ્ટ કર્યા, સાથે જ નજીક જ ગેરકાનૂની નિર્માણ પણ કરાવ્યું. આ મામલામાં પોલિસે કપિલ પર ત્રણ FIR નોંધી છે.

આઈપીસી 157 હેઢળ આ એફઆઈઆર નોંધવામાં આવી છે. આમાં 5 વર્ષની સજાની જોગવાઈ છે. કપિલ પર આરોપ છે કે તેણે ચેન્જ ઓફ લેન્ડ રૂલ્સ કર્યું છે અને અહીં પરવાનગી લીધા વગર રેસેડેન્શિયલ કમર્શિલ ના કરવી શકે. આ 52 ઓફ એમઆરટીપી એક્ટ હેઢળ એક ગુનો છે, જેમાં 3 વર્ષની સજા પણ છે.

You might also like