છેતરપિંડીની ખોટી ફરિયાદ બદલ PI અને PSI સામે તપાસનો અાદેશ

શહેરના સાયન્સ ‌સિટી રોડ પર આવેલી એક હોટલના વિવાદમાં સોલા પોલીસે છેતર‌િપંડીની ફરિયાદ આરોપી વિરુદ્ધમાં દાખલ કરતાં કોર્ટે પીએસઆઈ અને પીઆઈ વિરુદ્ધમાં તપાસ કરવાના પોલીસ કમિશનર એ. કે. સિંઘને આદેશ કર્યા છે. ચીફ જ્યુ‌િડ‌િશયલ મે‌િજસ્ટ્રેટ જી. એલ. ચોવા‌િટયા સમક્ષ છેતર‌િપંડીની ફરિયાદ કરનાર ફરિયાદીનાં બે વિરોધાભાસી નિવેદનો સામે આવતાં પોલીસની કામગીરી પર શંકા વ્યક્ત કરી હતી.

ઓઢવ વિસ્તારમાં રહેતા ભવરસિંહ ઉદેસિંહ રાવ વિરુદ્ધમાં તારીખ ર૧-ર-૧૭ના રોજ સોલા પોલીસ સ્ટેશનમાં પરમાનંદ ભીમજીભાઇએ ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને સાયન્સ ‌સિટી રોડ પર આવેલી એક હોટલ હડપ કરવા અંગેની ફરિયાદ દાખલ કરી હતી. સોલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ. આર. મેઘાણીએ પરમાનંદની મૌખિક ફરિયાદ સાંભળીને ભવરસિંહ વિરુદ્ધમાં ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને છેતર‌િપંડી આચરી હોવાની ફરિયાદ નોંધી હતી.

થોડાક દિવસ પહેલાં સોલા પોલીસે ભવરસિંહની ધરપકડ કરીને મીરજાપુર ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં ભવરસિંહે કોર્ટમાં જામીનઅરજી ફાઇલ કરી હતી. જામીનઅરજી પર કોર્ટે બન્ને પક્ષની દલીલ સાંભળતાં ભવરસિંહને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. મીરજાપુર કોર્ટના ચીફ જ્યુ‌િડશિયલ મે‌િજસ્ટ્રેટ જે. એલ. ચોવ‌િટયાએ જામીનઅરજીનો ચુકાદો આપતાં ફરિયાદ નોંધનાર પીએસઆઇ અને તપાસ કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધમાં તપાસ કરવાનો પણ આદેશ કર્યો છે.

જામીનઅરજીની સુનાવણી દરમિયાન ભવરસિંહના વકીલે કોર્ટ સમક્ષ ફરિયાદી પરમાનંદનાં વિરોધાભાસી નિવેદનો કોર્ટ સમક્ષ રજૂ કર્યાં હતાં. રર-ર-૧૬ સોલા પોલીસ સ્ટેશનમાં પરમાનંદએ લે‌િખતમાં ફરિયાદ કરી હતી, જેમાં તેને હોટલની પાવર ઓફ એર્ટની કરીને આપી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ત્યારે ર૧-ર-૧૭ની ફરિયાદમાં કરેલી ફરિયાદમાં ભવરસિંહે બોગસ પાવર ઓફ એર્ટની કરી હોવાનું ફરિયાદમાં લખાવ્યું હતું. બન્નેનાં અલગ અલગ નિવેદનો થતાં કોર્ટે પોલીસની કામગીરી પર શંકા વ્યકત કરી હતી. પોલીસે પાવર ઓફ એટર્ની કબજે લીધા ‌વિના કે પછી એટર્નીને હેન્ડરાઇ‌િટંગ એક્સ્પર્ટમાં મોકલ્યા વગર ફરિયાદ દાખલ કરી દેતાં કોર્ટે નારાજગી વ્યકત કરી હતી.

You might also like