મારા પતિ મારી નજર સામે અન્ય યુવતી સાથે સંબંધ બાંધતા DIGની પુત્રવધુનો ઉકળાટ

(ડીઆઇજી ડી.એન પટેલ ડાબેથી પહેલા)

અમદાવાદ : રાજકોટનાં રેન્જ ડીઆઇજી ડી.એન પટેલનાં પુત્રવધૂએ તેનાં પતિ, સાસુ, સસરા, દિયર સહિત સાત સામે ત્રાસ ગુજાર્યો હોવાની ફરિયાદ વડાલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી છે. પુત્રવધુએ ફરિયાદમાં ગંભીર આક્ષેપો કર્યા છે. પુત્રવધુનાં અનુસાર, મારા પતિ રોહિત સાથે ગાંધીનગર સેક્ટર-19માં આવેલા અમારા ફ્લેટમાં રહેતા હતા. તે સમયે મારા પતિ હું ઘરમાં હાજર નહોતી ત્યારે એક યુવતીને ઘરે લાવ્યા હતા. જો કે હું અચાનક ઘરે આવી ચડી હતી ત્યારે મે મારા પતિને યુવતી સાથે રંગરેલીયા મનાવતા રંગેહાથ ઝડપી લીધા હતા.

મહિલાએ વધુમાં જણાવ્યું કે, જો કે મારૂ લગ્ન જીવન ભાંગી ન પડે તે માટે તે વાતને ત્યાં જ દબાવી દીધી હતી. પિયર કે સાસરીમાં આ અંગે કોઇને જાણ કરી નહોતી. સામે પક્ષે મારા પતિએ પણ હવે ભવિષ્યમાં આવું નહી થાય તેવી સાંત્વના આપી હતી. ડો તે દચ્ચ 14 સપ્ટેમ્બરે વડાલી ખાતેનાં મારા ઘરે સવારે 11 વાગ્યે મારા સાસુ સસરા ઝગડો કરવાનાં ઇરાદા સાથે આવ્યા હતા. સસરાએ મારૂ નામ લઇને બુમો પાડવા લાગ્યા હતા. તેઓ કહેવા લાગ્યા હતા કે મારા દિકરાનાં બીજા લગ્ન બીજી યુવતી સાથે કરી દીધા છે. તે છેલ્લા ત્રણ વર્ષથી મારા દિકરા સાથે રહે છે. તુ હોવા છતા બીજા લગ્ન કરી દીધા છે. જા તારે જે કરવું હોય તે કરી લે.

સત્તાનાં કેફમાં રાચતા રેન્જ આઇજીએ કહ્યું કે એક લગ્ન થયેલા હોવા છતા પણ બીજા લગ્ન કરાવી દીધા છે. તારાથી જે થાય તે કરી લે. તને પણ છુટાછેડા આપવાનાં નથી. હું રેન્જ આઇજી છું તારાથી શું થાય છે તે હું પણ જોઉ છું.

You might also like