શું તમારા ઘરમાં ટીનેજરને દારૂની છે આદત? છોડાવા શોધાઇ દવા….

ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઑફ અેડિલેડના રિસર્ચરો દારૂ પીને બેફામ વર્તન કરતા ટીનેજર્સને કાબૂમાં લઇ શકાય અને તેમની વધુ પડતા દારૂ પીવાની લતને રોકી શકાય એવી દવા તૈયાર કરી રહ્યા છે. નેલ્ટ્રોક્સોન નામનું ડ્રગ તૈયાર કરવામાં આવ્યું છે જે મગજના ચોક્કસ ભાગના રિસેપ્ટને બ્લૉક કરી દે છે. ટીનેજ દરમ્યાન મગજ હજી અપરિપક્વ હોય છે. એવા સમય આલ્કોહોલ પીવાથી મગજને વધુ નુકસાન થાય છે. ઓસ્ટ્રલિયાના નિષ્ણાતોનું કહેવું છે કે નવા શોધાયેલા ડ્રગથી અવિકસિત મગજના ચોક્કસ ભાગને બ્લોક કરી શકાય છે અને એનાથી દારૂ પીવાને કારણે મળતો આનંદ ઘટી જાય છે. દારૂની અસર જ ઓછી થતી હોવાથી ટીનેજર્સની પીવાની આદત ઘટી જઇ શકે છે.

You might also like