જાણો રિલાયન્સ Jioના આ પ્લાનને યૂઝર્સ કરે છે વધુ પસંદ…

એર ટેલ અને રિલાયન્સ જિયો વચ્ચે જોરદાર પ્રાઇસ વોર ચાલી રહી છે. આ બંને મોટી ટેલિકોમ કંપનીઓએ યૂઝર્સને સૌથી વધારે ડેટા તેમજ વધારે વેલિડિટીવાળા પ્લાન માર્કેટમાં લોન્ચ કર્યાં છે.

રિલાયન્સ જિઓના 399 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો પ્રતિ દિવસ 1.5 જીબી ડેટાનો લાભ મળે છે. આ પ્લાનનિ વેલિડિટી 84 દિવસની છે જેમાં યુઝર્સને 126 જીબી ડેટાનો લાભ મળે છે.

આ પ્લાનના અન્ય ઓફર્સની વાત કરીએ તો યૂઝર્સને અનલિમિટેડ કોલ્સ (નેશનલ રોમિંગમાં પણ ફ્રી ઇનકમિંગ અને આઉટગોઇંગ)ની સાથે પ્રતિદિવસ 100 એસએમએસ ફ્રીનો લાભ મળે છે.

જ્યારે જિઓના 448 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને પ્રતિદિવસ 2જીબી ડેટાનો લાભ મળે છે. આ પ્લાનની અવધિ પણ 84 દિવસની છે. યુઝર્સને કુલ 168જીબી ડેટાનો લાભ મળે છે.

You might also like