વોર્નરની તાબડતોડ બેટીંગે હૈદરાબાદને અપાવ્યો ફાઇનલમાં પ્રવેશ

નવી દિલ્હી: આઇપીએલ-9ની ફાઇનલમાં સ્થાન બનાવવા માટે ગુજરાત લાયન્સ દ્વારા આપવામાં આવેલા 163 રનનો પીછો કરવા માટે મેદાનમાં ઉતરેલી સનરાઇઝર્સ હૈદ્વાબાદને 19.2 બોલમાં 6 વિકેટના નુકસાન પર ટાર્ગેટ પુરો કરી લીધો હતો. આ સાથે જ હૈદ્બાબાદે ફાઇનલમાં પ્રવેશ  કરી લીધો છે.  હવે રવિવારે હૈદ્વાબાદ અને બેંગ્લુરું વચ્ચે ફાઇનલ મેચ રમાશે.

હૈદ્બાબાદ તરફથી આજે વોર્નરે માત્ર 58 બોલમાં નોટઆઉટ 93 રન ફટકાર્યા હતા. વોર્નરે પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી હતી. વિપુલ શર્માએ વોર્નરનો સાથ આપતાં 11 બોલમાં 3 સિક્સરની મદદથી 27 રન ફટકાર્યા અને અંત સુધી ટકી રહ્યો. જો કે ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરેલી હૈદ્વાબાદની ટીમ શરૂઆતમાં સારું પ્રદર્શન કરી શકી નથી અને શિખર ધવન ખાતું ખોલ્યા વિના પેવેલિયન ભેગો થઇ ગયો હતો.

આ મેચમાં ટોસ જીતીને હૈદ્વાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલાં બેટીંગ કરતાં ગુજરાત લાયન્સે નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટના નુકસાને 162 રન બનાવ્યા હતા.

હૈદ્વાબાદ તરફથી શાનદાર બોલીંગ કરતાં ભુવનેશ્વર કુમારે ગુજરાતની ટીમને પહેલો ઝટકો આપ્યો. તેમણે એકલવ્ય દ્રિવેદીને 5 રન પર ટ્રેંટ બોલ્ટના હાથે કેચ આઉટ કરાવી દીધો. ટીમના કેપ્ટન સુરેશ રૈના ફરી એકવાર સારી બેટીંગ કરવામાં નિષ્ફળ રહ્યા. તેમણે ફક્ત એક રનના સ્કોર પર ટ્રેંટ બોલ્ટે એલબીડબ્લ્યૂ આઉટ કરી દીધો. દિનેશ કાર્તિક 26 રન બનાવીને આઉટ થયો. સારી બેટીંગ કરી રહેલા બ્રૈંડન મૈકુલમને 32 રન પર વિપુલ શર્માએ ભુવનેશ્વરના હાથે કેચ આઉટ કરાવી દીધો. ડ્વેન ફક્ત એક રન પર બેન કટિંગનો શિકાર બન્યો.

ત્યારબાદ રવિન્દ્ર જાડેજા અને એરોન ફિંચે ઇનિંગને આગળ વધારી. ફિંચ શાનદાર બેટીંગ કરતાં 18મી ઓવરમાં પોતાની ફીફ્ક્ટી પુરી કરી ક્લીન બોલ્ડ થયો. ફિંચના આઉટ થયા બાદ ક્રીઝ પર આવેલા ડ્વેન બ્રાવોની સાથે જાડેજાએ ટીમના સ્કોરને આગળ વધાર્યો, પરંતુ ટુંક સમયમાં તે પણ 18 રન બનાવીને આઉટ થઇ ગયો. બ્રાવો 20 અને ધવન કુલકર્ણી 3 રન બનાવીને અણનમ રહ્યો.

હૈદ્વાબાદ તરફથી બોલિંગ કરતાં ભુવનેશ્વર કુમાર અને બેન કટ્ટિંગે 2-2 તથા ટ્રેંટ બોલ્ટ અને વિપુલ શર્માએ એક-એક વિકેટ પ્રાપ્તકરી. આ મહત્વપૂર્ણ મેચમાં ગુજરાત લાયન્સે ટીમમાં એક ફેરફાર કરતાં શાદાબ જકાતીની જગ્યાએ શિવિલ કૌશિકને ટીમમાં સામેલ કર્યો છે. તો બીજી તરફ હૈદ્વાબાદે મુસ્તાફિજુર રહમાનની જગ્યાએ ટ્રેંટ બોલ્ટને તક આપી છે.

You might also like