હવે સ્માર્ટફોનને પણ સાબુથી ધોઈ શકાશે

જાપાનઃ અાપણે સ્માર્ટફોનને ગમે તેવા હાથે અડતા હોઈએ છીએ. ફોન ગમે ત્યાં મૂકાતો હોય છે, અાપણા સ્માર્ટફોનમાં અસંખ્ય કિટાણુઓ હોય છે. એક રિસર્ચ મુજબ સ્માર્ટફોન પર ટોઈલેટની સીટ કરવા પણ વધુ બેક્ટેરિયા હોય છે. કેટલાક લોકોને અાવા બેક્ટેરિયાનો વધુ ડર લાગતો હોય છે.

અાવા લોકોને જર્મોફોબિક કહેવાય છે. જાપાનની ઈલેક્ટ્રોનિક કંપની ક્યોસેરાડાયનો નામનો અનોખો સ્માર્ટફોન લાવી છે જે વોટરપ્રુફ છે અને તેને વાસણની જેમ સાબુથી ધોઈ શકાય છે. ફોનની અંદર પાણી ન જાય એ માટે ફોનમાં છીદ્રોવાળા કોઈ સ્પીકર અાપવામાં અાવ્યા નથી. તેના બદલે કનેક્ટિંગ ટિશ્યુ નામની ટેક્નિકથી સાઉન્ડ બહાર અાવે છે.

અા ફોનને એકદમ સુસ્ત રીતે બંધ કરેલો છે. તેથી તેમાં પાણી જવાની શક્યતા નથી. પાંચ ઈંચની ડિસ્પ્લે ધરાવતો અા ફોન એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવે છે. તેમાં ૧૩ મેગા પિક્સલનો કેમેરો પણ છે. તેની કિંમત ૩૧ હજાર રૂપિયા છે.

You might also like