મમતાનો ડાબો હાથ ગણાતા મુકુલ રૉયે આખરે ભાજપનો ભગવો પહેરી લીધો

પશ્ચિમ બંગાળના માકપાના 34 વર્ષના શાસનને હટાવી તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જીને પશ્ચિમ બંગાળની સત્તા પર બેસાડવામાં મુકુલ રૉયની ભૂમિકા મહત્વની રહેલી છે. બંગાળના રાજકારણમાં મુકુલ રૉયની તુલના ચાણક્ય સાથે કરવામાં આવે છે, એવા મુકુલ રૉય ભાજપમાં જોડાઈ ગયા છે.

એક સમયે મમતાનો ડાબો હાથ ગણાતા મુકુલ રૉય અને મમતા બેનર્જી વચ્ચે 2016ની વિધાનસભા ચૂંટણી પહેલા જ મતભેદો થવા લાગ્યા હતા. તમામ મતભેદો વચ્ચે મુકુલ રૉયે આખરે ભાજપનો સાથ આપવાનું નક્કી કરી લીધું છે.

શું છે મુકુલ રૉયની રાજકીય કામગીરી
2001ની પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં તેઓ તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર બન્યા, પરંતુ 56,741 વોટ સાથે બીજા સ્થાન પર રહ્યા. 2006માં રાજ્યસભા ચૂંટણીમાં પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલ્યા. 2008માં તેમને પાર્ટીના અખિલ ભારતીય મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. 2011ની વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની જીત બાદ તેમને રાજ્ય રેલવે મંત્રી બનાવવામાં આવ્યા હતા.

જોકે 11 જુલાઈ 2011ના રોજ ગુવાહાટી-પુરી એક્સપ્રેસ સાથે દુર્ઘટના મામલે મુકુલ રૉયને તેમના રેલવેમંત્રીના પદેથી ઉતારવામાં આવ્યા હતા. તેમની જગ્યાએ દિનેશ ત્રિવેદીને રેલવે મંત્રી બનાવવામાં આવ્યા હતા. 25 સપ્ટેમ્બર, 2017ના રોજ મુકુલ રૉયે તૃણમૂલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને આખરે હવે 3 નવેમ્બરે મુકુલ રૉયે ભાજપનો ભગવો પહેરી લીધો.

You might also like