સરકારની મંજૂરી બાદ આર્મીને પહેલીવાર મળશે હથિયારબંધ હેલિકોપ્ટર

નવી દિલ્હી : અંતે ભારતીય આર્મીને પહેલીવાર પોતે એટેક હેલિકોપ્ટર મળવાનાં છે. સંરક્ષણ મંત્રાલયમાં ગુરૂવારે 6 અપાચે હેલિકોપ્ટરની ખરીદીને મંજુરી આપી દીધી છે. મંત્રાલય નિર્ણય લેનારી સર્વોચ્ચ સંસ્થા સંરક્ષણ ખરીદ પરિષદે 4168 કરોડ રૂપિયાનાં નવા સોદાને મંજુરી આપી દીધી છે. આ હેલિકોપ્ટરમાં હેલફાયર અને સ્ટિયરિંગ જેવી ઘાતક મિસાઇલોથી લેસ હોય છે.

ચીનની સાથે ડોકલામ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે આ મંજૂરીને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. 2015માં અમેરિકી કંપની બોઇંગ સાથે 22 અપાચે હેલિકોપ્ટરોની ખરીદીને મંજુરી આપવામાં આવી હતી. આ હેલિકોપ્ટર વાયુસેનાને આપવામાં આવ્યા હતા. આ સોદાનાં પ્રાવધાન હેઠળ 11 હેલિકોપ્ટર ખરીદી શકાયશકાતા હતા.

જેનાં કારણે ભારતીય સેનાએ હેલિકોપ્ટરની માંગણી કરી હતી. આર્મી પાસે અત્યાર સુધી હથિયારો વગરનાં જ હેલિકોપ્ટર છે. હવે તે હથિયારબંધ હેલિકોપ્ટર ઇચ્છે છે. અપાચે હેલિકોપ્ટર મિસાઇલ અને રડારથી લેસ હોય છે. સંરક્ષણ મંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતા વાળી સંરક્ષણ પરિષદની બેઠકમાં મંજુરી આપવામાં આવી છે.

You might also like