GST: 1205 વસ્તુઓના ભાવ નક્કી, જાણો શું થયુ સસ્તુ, શું થયું મોંઘુ?

નવી દિલ્હીઃ દેશમાં વસ્તુ તેમ જ સેવા કર લાગુ થયા બાદ ખાવા પીવાની અને દૈનિક જરૂરિયાતની વસ્તુઓ સસ્તી થશે. જ્યારે વિજળી અને આર્યન સ્ટિલ પર સસ્તુ થવાની શક્યતા છે. આવું એટલા માટે કારણકે જીએસટી પરિષદે તેની સાથે જોડાયેલી વસ્તુઓ પર જીએસટીની કિંમત વર્તમાન કિંમતથી પણ ઓછી નક્કી કરી છે. તેનો નિર્ણય કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં શ્રીનગરમાં કરવામાં આવેલી જીએસટી પરિષદની 14મી બેઠકમાં થયો છે. પહેલા દિવસની બેઠક બાદ સંવાદાતાઓને સંબોધિત કરવા સાથે જેટલીએ જણાવ્યું હતું કે બેઠકમાં મોટાભાગની વસ્તુઓના ભાવ નક્કી થઇ ગયા છે. આ સાથે તે પણ નક્કી થઇ ગયું છે કે કઇ વસ્તુઓને જીએસટીમાં છૂટ આપવામાં આવશે. કુલ 1211 વસ્તુઓમાંથી 6ને બાદ કરતા અન્ય વસ્તુઓ માટેના જીએસટી દર નક્કી થઇ ગયા છે.

શુક્રવારની બેઠકમાં સેવાઓના ભાવ અંગે ચર્ચા કરવામાં આવશે. સાથે જ છૂટ આપવામાં આવેલી વસ્તુઓએ સાથે સોના, જુત્તા ચંપલ, બ્રાન્ડેડ સામાન અને બીડી પર પણ ચર્ચા કરવામાં આવશે. ડબ્બાબંધ ખાધ્ય પદાર્થ પર પણ ચોક્કસ ભાવ નક્કી કરવામાં આવશે. જો તમામ વસ્તુઓ પર આ બેઠકમાં સહમતિ પ્રાપ્ત નહીં થાય તો તે મામલે અન્ય એક બેઠક યોજવામાં આવશે.

દૂધ, દહીં, ગોડ જેવા પદાર્થો પર જીએસટીમાં છૂટ આપવામાં આવશે. તે સામાન એક્જંપ્ટની શ્રેણીમાં રહેશે. સાથે જ તમામ પ્રકારના અનાજ પર શૂન્ય કર રહેશે. હાલ કેટલાક રાજ્યોમાં ગણતરીના અનાજો પર 5 ટકા વેટ છે. જ્યારે ચા, કોફી, ખાધ્ય તેલ જેવી જરૂરિયાતની વસ્તુઓ પર પાંચ ટકા જીએસટી લાગશે. જ્યારે હાલ અત્યારે તેની પર 4થી 6 ટકાની વચ્ચે વેટ લાગે છે. તેલ, સાબુ, ટુથપેસ્ટ જેવા રોજ ઉપયોગી સામાન પર 18 ટકા જીએસટી લાગશે. જ્યારે આ સામાન પર 28 ટકા કર લાગેશે.

http://sambhaavnews.com/

You might also like