ફાઈનલ મતદાન યાદી તૈયાર: શહેરમાં એક લાખથી વધુ યુવા મતદારો ઉમેરાયા

અમદાવાદ: તાજેતરમાં જ યોજાયેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશના અંતે હવે નવી મતદાર યાદી તૈયાર થઇ ચૂકી છે. આખરી મતદાર યાદી મુજબ હવે રાજ્યમાં મતદારોની સંખ્યા ૪ કરોડ ૩૪ લાખ જેટલી થવા જાય છે, જેમાં કુલ ૧૦.૪૬ મતદાર નવા ઉમેરાયા છે. જુલાઇ માસમાં મતદાર યાદી સુધારણા અન્વયે અમદાવાદ જિલ્લા અને ગ્રામ્યનાં કુલ ૧,૬૭,૦૦૦ ફોર્મ ભરાયાં હતાં, જેમાં ર૭ હજારથી વધુ સરનામાં કે નામમાં ફેરફાર અર્થેનાં હતાં. અન્ય નામ કમી કરાવવા માટેનાં હતાં, જ્યારે ૧ લાખથી વધુ ફોર્મ નવા મતદાતા તરીકે નામ ઉમેરવા માટે ભરાયાં હતાં, જેમાં રિજેક્શન અને પેન્ડન્સીના આધારે ૧ લાખથી વધુ યુવા મતદાતાઓને આગામી ચૂંટણીમાં મતદાનનો હક મળશે.

ચૂંટણી વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર હવે મતદારયાદીમાં ઉમેરાયેલા નવા ઉમેદવારોને તેમજ ફેરફાર માટે ફોર્મ ભરી ચૂકેલા ઉમેદવારોને ઝડપભેર ચૂંટણીકાર્ડ આપવાની કામગીરી હાથ ધરાશે. જૂની મતદારયાદી બાદ ગઇ કાલની સ્થિતિએ રાજ્યમાં ૧.૪પ ટકા મતદાર વધ્યા છે, જેમાં ૧ર લાખથી વધુ યુવા મતદારો પહેલી વાર મતદાન કરશે. નવી યાદી મુજબ રાજ્યભરમાં ૬૮૮ વ્યંડળ મતદાર તરીકે નોંધાયા છે. રાજ્યમાં કુલ ૯૧૮ વ્યંડળ વસ્તીગણતરીમાં નોંધાયા હતા, જેમાં હવે ૬૮૮ મતદાતા બન્યા છે.

મતદાર યાદી સુધારણા ઝુંબેશના બે તબક્કા પૂરા થયા હોવા છતાં હાલમાં નવારાતરી પર્વ નિમિત્તે નવા મતદાર તરીકે પોતાનું નામ યુવાઓ નોંધાવી શકે છે. ૪ લાખથી વધુ મતદાર જુદા જુદા કારણસર મતદારયાદીમાંથી નીકળી ગયા છે.

આગામી ચૂંટણીમાં ર૧ મહિલા પો‌િલંગ બૂથ સહિત પ૦,૧ર૮ થશે. શહેરી વિસ્તારમાં ૧૬,૬૯૭ અને ગ્રામ્યમાં ૩૩,૪૩૧ પો‌િલંગ બૂથ છે, જ્યારે પો‌િલંગ સ્ટેશન લોકેશન ર૮,૬૩૯ છે.

૪ કરોડ ૩૪ લાખ મતદારોમાં પુરુષ મતદારો ર.રપ કરોડ અને મહિલા મતદારોની સંખ્યા ર.૦૭ કરોડ છે. ગત વિધાનસભા ચૂંટણીમાં મતદારોની સંખ્યા ૩.૮૧ કરોડ હતી. ચૂંટણીપંચની બે વારની મતદાર યાદી સુધારણા કાર્યક્રમ કામગીરી દરમિયાન કુલ ૧પ લાખ મતદારો વધ્યા છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ પર.૧પ લાખ મતદારો નોંધાયા છે.

You might also like