25000ના મોબાઇલને 5999 રૂપિયામાં ખરીદવાની ઑફર તો સાથે જ 490GB ડેટા ફ્રી

ફ્લિપકાર્ટ પર Moto Days Sale શરૂ થઈ ગયો છે. આ સેલમાં ગ્રાહકોને સારી ઓફર મળી રહી છે. આ સેલ 14 એપ્રિલ સુધી ચાલશે. આ સેલમાં Moto X4, Moto E4 Plus અને Moto Z2 પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સૌથી પહેલા Moto E4 Plusની વાત કરીએ તો તેની કિંમત 9000 રૂપિયા છે. આ સેલમાં તેના પર 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેલની શરૂઆત 13 એપ્રિલે બપોરે 12 વાગ્યાથી થશે. આ ઉપરાંત એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ટથી ખરીદવા પર 5 ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ ક્રેડિટ કાર્ડથી 388 રૂપિયા મહિનાના 24 EMI દ્વારા પણ ખરીદી શકાય છે.

Moto Z2ની વાત કરવામાં આવે તો તેની કિંમત 27999 રૂપિયા છે, જેના પર 8000 રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. આ સિવાય આ સ્માર્ટફોન પર 16000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઑફર પણ આપવામાં આવી રહી છે. આ પછી Moto X4ની વાત કરવામાં આવે તો તેની કિંમત 24999 રૂપિયા છે, તેના પર 3000 રૂપિયાની એક્સ્ટ્રા એક્સચેન્જ ઓફર છે. આ સાથે જ તેના પર 19000 રૂપિયાની એક્સચેન્જ ઓફર છે. જો તમને જૂના ફોનના બદલે તેના પર 19000 રૂપિયાની એક્સચેન્જ ઓફર મળે છે તો આ સ્માર્ટફોન તમે 5999 રૂપિયામાં ખરીદી શકો છો.

આ સાથે જ તેના પર જિયોની તરફથી 2200 રૂપિયાની કેશબેક આપવામાં આવી રહ્યુ છે. કેશબેક રિચાર્જ વાઉચર્સ તરીકે મળશે. ઉપરાંત 490GB ફ્રી ડેટા ઑફર પણ છે. એક્સચેન્જ ઓફર અંતર્ગત જુના મોબાઈલના બદલે નવો મોબાઈલ ખરીદી શકાય છે. ફ્લિપકાર્ટ ઓફર અંતર્ગત કયા મોબાઈલને કેટલા રૂપિયા એક્સચેન્જ કિંમત મળશે તેની જાણકારી વેબસાઈટ પર આપેલી છે.

આ ઉપરાંત ફ્લિપકાર્ટથી Moto E4 પ્લસના 3GB રેમ વાળા વેરિયન્ટને 8999 રૂપિયામાં ખરીદી શકો છો. તેની કિંમત 9999 રૂપિયા હતી. Moto E4 પ્લસના ફીચર્સની વાત કરીએ તો તેમાં 5.5 ઈંચની એચડી ડિસ્પલે આપેલી છે. ફોનમાં ક્વોડકોર પ્રોસેસર છે. ઉપરાંત 3GB રેમ પણ છે. તેની ઈન્ટરનલ મેમરીને 32GBની છે, જેને 128GB સુધી વધારી શકાય છે. ફોનમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવે છે, જેનાથી ઓછી લાઇટમાં સારી ફોટોગ્રાફી કરી શકાય. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે LED ફ્લેશની સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

You might also like