પ્રખ્યાત નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ જીગ્નેશ મેવાણીને Open Debate કરવા પડકાર ફેંક્યો

પ્રખ્યાત લેખત અને ફિલ્મ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ યુવા અને ગુજરાતના દલિત મંચના નેતા જિગ્નેશ મેવાણીને ખુલ્લી ચર્ચા માટે પડકાર ફેંક્યો છે. ઉલ્લેખનીય છે કે, કોરેગામ-ભીમામાં થયેલી ઘટના પાછળ જીગ્નેશ મેવાણી અને ઉમર ખાલિદનો હાથ છે, તેવી ફરિયાદ પણ ગુજરાતમાં દાખલ કરવામાં આવી છે.

આ બંને પર આરોપ છે કે તેમણે ભીડમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. ફિલ્મ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટર પર જીગ્નેશ મેવાણીને ટેગ કરતા એક પોસ્ટર ટ્વિટ કર્યું છે કે, જેમાં વિવેક અગ્નિહોત્રીએ ચર્ચાની જગ્યા અને સમય પણ બતાવ્યો છે.

વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટર પર જીગ્નેશ મેવાણીને ટેગ કરતા ટ્વિટ કર્યું છે કે, ‘પ્રિય જીગ્નેશ મેવાણી, હું તમને ચેલેન્જ કરું છું કે મારા લગાવેલા આરોપોને કાઉન્ટ કરો, જેમાં મેં કહ્યું છે કે, તમે ભાડાના ટટ્ટુ છો, જેમને હિંસા ભડકાવવા માટે ફંડ મળી રહ્યું છે. જો તમે દ્દઢ નિશ્ચયી છો, તો તમે ભાગશો નહીં.’

વધુમાં તેમણે કહ્યું છે કે, 9 જાન્યુઆરીએ સાંજે બપોરે 3 વાગ્યાથી કૉન્સ્ટિટ્યૂશન ક્લબમાં તમારી રાહ જોઈશ. મહેરબાની કરીને 8 તારીખે સાંજે 6 વાગ્યા સુધીમાં જવાબ આપી દો.

આ ટ્વિટને Share કરતા પોસ્ટરમાં વિવેક અગ્નિહોત્રીએ ખુદને ‘બુદ્ધા ઈન અ ટ્રાફિક જામ’ ફિલ્મનું ડાયરેક્ટર અને અર્બન નક્સલ નામના પુસ્તકના લેખક બતાવ્યા છે. તેમણે જીગ્નેશ મેવાણીને રાહુલ ગાંધીના નવા પોસ્ટર બૉય કહ્યા છે.

You might also like