ફિલ્મફેર-2017ઃ ‘દંગલ’ ફિલ્મે ત્રણ મુખ્ય એવોર્ડ જીત્યા

નવી દિલ્હી: ફિલ્મફેર એવોર્ડમાં બોલિવૂડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ અામિર ખાનની ફિલ્મ દંગલ સામે બીજું બધું ફિક્કું પડી ગયું. પોતાના અભિનયથી લોકોનું દિલ જીતનાર અાલિયા ભટ્ટ અને સોનમ કપૂરને પણ વિવિધ કેટેગરીમાં એવોર્ડ મળ્યા. ૬2મા ફિલ્મફેર એવોર્ડની મેજબાની શાહરૂખ ખાન, કરણ જોહર અને કપિલ શર્માઅે કરી. સમારંભમાં હરિયાણા પહેલવાન મહાવીર ફોગટ અને તેની પહેલવાન પુત્રીઅો ગીતા, બબિતા પર બનેલી દંગલનો જલવો જળવાયેલો રહ્યો. બોક્સ અોફિસ પર કમાણીના રેકોર્ડ બનાવનાર નિતેશ તિવારી નિર્દેશિત દંગલ ફિલ્મે ત્રણ મોટા એવોર્ડ મેળવ્યા. ફિલ્મના ખાતામાં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અામિર ખાનને, સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ દંગલને અને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ નિતેશ તિવારીને મળ્યો.

અાલિયા ભટ્ટને ઊડતા પંજાબ માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો. સોનમ કપૂરની નિરજામાં તે બેસ્ટ એક્ટ્રેસનો ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ મળ્યો. ઊડતા પંજાબ માટે શાહિદ કપૂરને બેસ્ટ અભિનેતાનો ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ મળ્યો. મનોજ વાજપેયીને પણ અલીગઢ ફિલ્મ માટે બેસ્ટ એક્ટર્સનો ક્રિટિક્સ એવોર્ડ મળ્યો. ઋષિ કપૂરને કપૂર એન્ડ સન્સ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો. મહિલાઅોની શ્રેણીમાં અા પુરસ્કાર નિરજા માટે શબાના અાઝમીને મળ્યો.
ફિલ્મફેર લાઈફ ટાઈમ અચિવચમેન્ટ એવોર્ડ શત્રુઘ્નસિંહાને અપાયો. અશ્વિની અૈયર તિવારીને નીલ બટે સન્નાટા માટે બેસ્ટ નવોદિત ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો. પંજાબી સુપર સ્ટાર દિલજિત દોસાન્જને ઊડતા પંજાબ માટે બેસ્ટ ન્યૂ કમર એક્ટરનો એવોર્ડ મળ્યો. અા શ્રેણીમાં મહિલા પુરસ્કાર સાલા ખડૂસ માટે રિતિકાસિંહને મળ્યો. કરણ જોહરની ફિલ્મ કપૂર એન્ડ સન્સને બેસ્ટ સ્ક્રીન પ્લે અને બેસ્ટ સ્ટોરી પુરસ્કાર મળ્યો. બીજી તરફ પિંક ફિલ્મના ડાયલોગ ‘નો મિન્સ નો’ને બેસ્ટ સંવાદનો એવોર્ડ મળ્યો.

home

You might also like