જાણો સ્ટાર્સની અજાણી વાતો….

આમ તો મુંબઇની માયાનગરીમાં દરેક અભિનેેતા-અભિનેત્રીની પર્સનલ જિંદગી સાથે જોડાયેલી તમામ નાનામાં નાની વાત પણ ચર્ચામાં આવી જાય છે, પરંતુ કેટલીક એવી નાની વાતો છે, જે કદાચ જ લાઇમલાઇટનો ભાગ બને છે. કેટલાક સ્ટાર સાથે જોડાયેલી આવી જ રોચક વાતો અહીં જણાવાઇ છે.

ઐશ્વર્યા રાય બચ્ચનઃ ઐશ્વર્યાના પાલતુ ડોગીનું નામ ગુલ્લુ છે. લગ્ન બાદ તે તેને પોતાની સાથે જ લઇને આવી હતી. એશની પહેલી જાહેરાત કેમ‌િલન પેન્સિલની હતી ત્યારે તે નવમા ધોરણમાં ભણતી હતી.

ધર્મેન્દ્રઃ ફિલ્મ ‘શોલે’ના શૂટિંગ દરમિયાન ધર્મેન્દ્રએ લાઇટમેનને લાંચ આપી હતી, કેમ કે તે હેમામાલિની સાથે વારંવાર રોમેન્ટિક દૃશ્ય કરવા ઇચ્છતો હતો અને લાઇટમેન વારંવાર લાઇટ ખરાબ થવાનું બહાનું કરતો હતો. ધર્મેન્દ્રએ પોતાની પહેલી પત્ની પ્રકાશ કૌર સાથે ડિવોર્સ લેવા ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો.

સુસ્મિતા સેનઃ સુસ્મિતાને સાપ સાથે પ્રેમ છે. તેણે ઘરમાં એક અજગર અને એક સાપ પાળી રાખ્યાં છે. સુસ્મિતાએ બે બાળકોને પણ દત્તક લીધાં છે. એક બાળકને દત્તક લેવાની પ્રક્રિયામાં તેણે કોર્ટના દરવાજા ખટખટાવવા પડ્યા હતા.

શાહરુખ ખાનઃ શાહરુખ વર્ષમાં પાંચ-છ વખત માતા-પિતાની કબર પર જાય છે. શાહરુખને એરપોર્ટ પર બે વાર માત્ર એટલા માટે પકડવામાં આવ્યો હતો, કેમ કે તેના નામની પાછળ ખાન લાગતું હતું.

સલમાન ખાનઃ સલમાનને નહાવાના સાબુ ભેગા કરવાનો શોખ છે. તેના બાથરૂમમાં ઘણા બધા અલગ અલગ સાબુનો સંગ્રહ છે. સલમાન ખાને ક્યારેય કોઇ પણ અભિનેત્રી સાથે લિપ કિસનો સીન આપ્યો નથી.

ઋત્વિક રોશનઃ‌ ઋત્વિક ઘરેથી બહાર જતી વખતે કેમેરા લઇ જવાનું ભૂલતો નથી.  તે બાળપણથી આમ કરે છે. ઋત્વિક બોલતી વખતે અચકાય છે. આજે પણ શૂટિંગ દરમિયાન ડાયલોગ બોલવા માટે ખાસ્સો સમય લાગે છે.

home

You might also like