અજય દેવગણની ફિલ્મ ‘શિવાય’નું નવું પોસ્ટર થયું રિલીઝ

નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા અજય દેવગણની આવનારી ફિલ્મ ‘શિવાય’નું ટીઝર રિલીઝ થઇ ગયું છે. આ પોસ્ટરને અજય દેવગણે ટિ્વટર પર મૂક્યું છે.

અજય દેવગણે ટિ્વટ કર્યું, ‘આ છે શિવાયનું પોસ્ટર, તમે આ માટે શું વિચારો છો’?

અજયએ આ એક્શન ફિલ્મનું વધારે શૂટિંગ બુલ્ગારિયાના બરફના વાદળોમાં કર્યું છે. નિર્દેશક અજય ની આ બીજી ફિલ્મ છે. રિલીઝ થયેલા પોસ્ટરમાં તોફાની બરફમાં હાથમાં બરફથી બનેલું ત્રિશૂળ જોવા મળી રહ્યું છે.

અજયની આ ફિલ્મમાં દિલીપ કુમાર અને સાયરા બાનોની પૌત્રી સાયેશા સહગલ પણ લીડ રોલમાં જોવા મળશે. આ પહેલા રજૂ થયેલા મોશન પોસ્ટરમાં અજયની બોડી પર શિવનું ટેટૂ બનાયેલું જોવા મળી રહ્યું છે. તે ફિલ્મમાં ભગવાન શિવથી પ્રેરિત એક સંરક્ષક, પાલક અને વિનાશક પાત્ર નિભાવતો જોવા મળશે. તમને જણાવી દઇએ કે ‘શિવાય’ દિવાળી ઉપર રિલીઝ થશે

You might also like