ફિલ્મ રિવ્યુ : ‘પિન્ક’

સુજિત સરકારની હટકે ફિલ્મોની યાદીમાં વધુ એક નામ ઉમેરાવા જઇ રહ્યું છે અને તે છે ‘પિન્ક’. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન લીડ રોલમાં છે. તેમની સાથે તાપસી પન્નુ, કીર્તિ કુલહરી અને અંદેરા ટેરિંગ નામની અભિનેત્રીઓ છે. આજની યંગ જનરેશનને કેન્દ્રમાં રાખીને તૈયાર થયેલી આ ફિલ્મનો વિષય દિલ્હીમાં બનેલી બે ઘટનાઓ જે‌િસકા લાલ કેસ અને જ્યોતિ રેપ કેસનું મિશ્રણ છે.

દીપક સહેગલ (અમિતાભ બચ્ચન) આધેડ વયનો એડ્વોકેટ છે, જેની લાઇફમાં આજ સુધી ક્યારેય એવો કોઇ કેસ આવ્યો નથી, જેમાં તેને તેની વકીલાત વસૂલ થઇ હોવાનો સંતોષ થાય અને તે ગર્વ લઇ શકે. ડિપ્રેશ્ડ અને મેન્ટલી નર્વસ એવા દીપક સહેગલની આ ઇચ્છા હવે અતૃપ્ત જ રહેશે તેવું તેમણે માની લીધું છે. તેમને વકીલાત માટે હવે કોઇ એપોઇન્ટ કરે તેવી શક્યતાઓ પણ ઉંમરના લીધે રહી નથી. મીનલ (તાપસી પન્નુ) ફલક અને અંદેરા નામની બે છોકરીઓ સાથે પેઇંગ ગેસ્ટ તરીકે રહે છે. ત્રણેય પોતપોતાના પરિવારને નાણાકીય સપોર્ટ કરે છે.

એક રાત્રે છેડતી થવાના કારણે મીનલ રાજવીર (અંગદ બેદી)ના માથા પર દારૂનો ગ્લાસ ફેંકી દે છે. રાજવીર આઇસીયુમાં છે. આ ત્રણેય છોકરીઓને ખબર ન હતી કે રાજવીર દિલ્હીના એક એવા રાજકારણીનો ભત્રીજો છે, જેની પહોંચ સમગ્ર દેશમાં છે. આ ઘટના બાદ એવી પરિસ્થિતિ સર્જાય છે કે ત્રણેય છોકરીઓનું જીવવું હરામ થઇ જાય છે. તેમના પર રેપની કોશિશ પણ કરવામાં આવે છે. ત્રણેય બહાદુરી સાથે પોલીસ સ્ટેશન પહોંચે છે અને ફરિયાદ લખાવે છે પણ તેમનો કેસ લડવા કોઇ તૈયાર થતું નથી. લાંબી મથામણ અને સમજાવટ બાદ દીપક સહેગલ આ કેસ હાથમાં લે છે અને કોર્ટ ડ્રામાથી લઇને પુરાવા શોધવાનો જંગ શરૂ થાય છે. •

You might also like