Film Review: શેર માર્કેટની રાજનીતિ શીખવતી ફિલ્મ એટલે “બાઝાર”

નિર્માતાઃ વાયકોમ18
નિર્દેશકઃ ગૌરવ કે. ચાવલા
એક્ટરઃ સૈફ અલી ખાન, રોહન મેહરા, રાધિકા આપ્ટે, ચિત્રાંગદા સિંહ
રેટિંગઃ **
સ્ટોકમાર્કેટ એટલે કે શેરબજાર મિનીટ-દર-મિનીટ ઉપર નીચે ઉપર નીચે થતું હોય છે. આની આ જ વાત લોકોને સમજમાં આવે છે કે અહીંયા રૂપિયા લગાવવાવાળા ક્યારેક ક્યારેક રાતોરાત કરોડપતિ થઇ જાય છે અને કરોડપતિ જોતજોતામાં જ રોડપતિ પણ બની જાય છે. પરંતુ આવું કેવી રીતે થાય છે?

અચાનક જ અહીં કેવી રીતે ભૂકંપ આવી જાય છે? પડદાની પાછળ કેવી રીતે તાબડતોડ ખેલ ચાલે છે? એક અફવાહસ એક ખોટી ખબર, એક સંશયનો બીજ સારા-સારાને પરસેવો છોડાવી દે છે. જેથી અહીંયા કોઇ કોઇનાં પર ભરોસો નથી કરતા.

હવે પ્રયાગરાજ થઇ ચૂકેલ ઇલાહાબાદનો રહેનાર રિઝવાન અહમદ (રોહન મેહરા) કથિત નાના શહેરમાં જિંદગી નથી જીવવા માંગતો. તેને મુંબઇ જવું છે. શેરબજારમાં દાવ ખેલવો છે અને એક રૂમવાળી ચાલીમાંથી નીકળીને ગગનચુંબી બિલ્ડીંગોમાં આશિયાના બનાવવો છે.

તેનો આદર્શ છે શેરબજારનો સૌથી મોટો ખેલાડી શકુન કોઠારી (સૈફ અલી ખાન). હાલાત અને બુદ્ધિમાન રિઝવાનને શકુનની નજીક પહોંચાડે છે પરંતુ હકીકત એ છે કે આ પગલે-પગલે જોખમવાળા આ જંગલનાં ધન-પશુ ખુંખાર છે. કોઇનાં પર પણ ભરોસો ના કરી શકાય. પછી ભલે જ તે આદર્શ વ્યક્તિ જ કેમ ના હોય. દગાબાજી તો અહીંયાનાં ખૂનમાં છે.

નિર્દેશક ચાવલાએ શેર માર્કેટની સાથે યૂપીએ સરકારમાં થયેલ ટેલીકોમ ઘોટાળાની અહીં વાત કરી છે કે કેવી રીતે આ ખેલ થયો હતો. ફિલ્મનો આ ભાગ ખૂબ રોચક છે. ફિલ્મમાં સૈફ અલી ખાન તેઓનો અભિનય સપાટ છે. જે તેઓએ પોતાની ક્ષમતાઓને અનુરૂપ નિભાવ્યું છે.

જૂના જમાનાનાં અભિનેતા સ્વર્ગીય વિનોદ મેહરાનો પુત્ર રોહને આ ફિલ્મથી બોલીવુડમાં ઝંપ લાવ્યો છે અને તે પ્રભાવી છે. તેઓનો અભિનય પણ ઉત્તમ છે. બોડી લેંગ્વેજ દ્રશ્યોને અનુરૂપ બિલકુલ પરફેક્ટ છે અને ચહેરા પર ભાવનાઓનો ઉતાર-ચઢાવ પણ આપ જોઇ શકો છો.

રાધિકા આપ્ટે અને ચિત્રાંગદા સિંહની ભૂમિકાઓમાં એવું કંઇ જ નથી કે જે ફિલ્મને ગતિ આપે. રાધિકા દરેક ફિલ્મમાં એક જેવી જ થતી જોવા મળી રહી છે. ગીત-સંગીત સરેરાશ છે. કેમેરાવર્ક સારો છે. ફિલ્મનાં કેટલાંક સંવાદ પણ રોચક છે પરંતુ અહીંયા ઉપયોગ થયેલ વોટ્સએપ જોક્સ અને ક્ષેપક કથાઓ દર્શાવે છે કે ફિલ્મ ખૂબ જૂની છે. સમયથી રિલીઝ જો થઇ જતી તો વધારે સારું રહત.

You might also like