Film Review: થ્રિલર ફિલ્મ ‘મોમ’

થ્રિલર ફિલ્મ ‘મોમ’ શ્રીદેવી માટે ખૂબ જ મહત્ત્વની છે, કેમ કે આ ફિલ્મની સાથે શ્રીદેવી ફિલ્મોમાં ૫૦ વર્ષ પૂરાં કરી રહી છે. તામિલ, તેલુગુ, મલયાલમ અને હિંદીમાં લગભગ ૩૦૦ ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલી શ્રીદેવીની આ ફિલ્મ ચારેય ભાષામાં રિલીઝ થઇ રહી છે. શ્રીદેવીએ આ ચારેય ભાષાઓમાં ડબિંગ પણ કર્યું છે. ‘મોમ’ના નિર્દેશક રવિ ઉદયાવરની આ પહેલી ફીચર ફિલ્મ છે. આ પહેલાં તેમણે ઘણી બધી એડ્. ફિલ્મો બનાવી છે. આ ઉપરાંત તેમણે સિલ્ક રૂટના લોકપ્રિય ગીત ડૂબા ડબા…નો મ્યુઝિક વીડિયો પણ બનાવ્યો છે. ફિલ્મમાં બે પાકિસ્તાની કલાકાર અદનાન સિ‌િદ્દકી અને સજલ અલી ઉપરાંત અક્ષય ખન્ના અને નવાઝુદ્દીન સિ‌િદ્દકી પણ મુખ્ય ભૂમિકામાં છે.

આ ફિલ્મ મેડ ફિલ્મ્સ અને થર્ડ આઇ પિક્ચર્સના બેનર હેઠળ બની રહી છે, તેના નિર્માતા બોની કપૂર, સુનીલ મનચંદા, નરેશ અગ્રવાલ, મૂકેશ તલરેજા અને ગૌતમ જૈન છે. એક માતા અને યુવાન પુત્રીના સંબંધોની આસપાસ આ ફિલ્મ ફરે છે. દેવકી (શ્રીદેવી) સારી પત્ની અને બે પ્રેમાળ પુત્રીઓની માતા છે. દેવકી પોતાના પતિ (અદનાન સિ‌િદ્દકી) યુવાન થઇ રહેલી પુત્રી આર્યા (સજલ અલી) અને નાની પુત્રી સાથે ખૂબ જ ખુશ છે. દેવકીને લાગે છે કે તેને જિંદગીની તમામ ખુશીઓ મળી ગઇ છે, જ્યારે બીજી તરફ આર્યા પણ ખૂબ જ ભાવુક છોકરી છે, પરંતુ તે દેવકીના પ્રેમને દિલથી સ્વીકારતી નથી.

તેનું કહેવું છે કે એક પુત્રી માતાના જીવનમાં આવે છે, પરંતુ પુત્રીના જીવનમાં તેની મા ક્યારેય પણ આવી શકતી નથી, છતાં પણ દેવકી આર્યાના પ્રેમની રાહ ખૂબ જ ધીરજ સાથે જુએ છે, કેમ કે તે વિચારે છે કે સંસારમાં એક માતા જ એવી છે કે જે પોતાના બાળકની ખામોશીને પણ સમજી લે છે, પરંતુ ત્યારે જ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બને છે, જેનાથી બંને વચ્ચેનું અંતર ઘટવાના બદલે વધી જાય છે. આવી પરિસ્થિતિમાં દેવકી સામે બહુ મોટો પડકાર છે. શું સાચું અને શું ખોટું તે તેણે પસંદ કરવાનું છે. શું તે યોગ્ય રસ્તો પસંદ કરશે? શું એક માતા બધું જ છોડીને પોતાની પુત્રીના પ્રેમ માટે લડશે? શું દેવકી આર્યાના પ્રેમ અને વિશ્વાસને મેળવવામાં સફળ થશે? શંુ તે પોતાની પુત્રીના જીવનની મુશ્કેલીઓને દૂર કરી શકશે? •
http://sambhaavnews.com/

You might also like