પબ્લિક રિવ્યૂ : અંત સુધી જકડી રાખતું થ્રીલર

ફિલ્મમાં સ્ક્રીન પ્લે ઘણો સારો છે અને એક્શન સિક્વન્સ શાનદાર રીતે શૂટ કરવામાં આવ્યાં છે. લોગનના પાત્રમાં હ્યૂ જેકમેને અને લૌરાએ એક્ટિંગ સારી કરી છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.રવિ ભોઈ, ગોતા

ડાયરેક્ટર જેમ્સ મેનગોલ્ડે એક્શન સીન્સમાં ઘણી મહેનત કરી છે અને ભરપૂર એક્શન જોવા મળે છે તથા સિનેમેટોગ્રાફી નયનરમ્ય છે. એક વાર ચોક્કસ જોવા જેેવી ફિલ્મ છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ. મિત દરજી, વાસણા

‘લોગન’ ખૂબ સારી ફિલ્મ છે અને તેની સ્ટોરી મજબૂત છે. અા ઉપરાંત એક્શન, ગ્રાફિક્સ-સિનેમેટોગ્રાફી ખૂબ જ સરસ છે, તે શરૂઅાતથી અંતથી સુધી દર્શકોને ઝકડી રાખે છે. અા ફિલ્મને હું 4 સ્ટાર અાપીશઅલ્પેશ ડામોર, બોપલ

ડિરેક્ટરનું અદ્ભુત કામ છે તેમજ સાઉન્ડ ઈફેક્ટ પણ કાબિલે તારીફ છે અને એક્શન-વિઝ્યુઅલ્સ જોરદાર છે. સુપરહીરોના ચાહકોને ગમે તેવી આ ફિલ્મ છે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ.વિવેક હેડા, ઘાટલોડિયા

‘લોગન’માં સિનેમેટોગ્રાફીની સાથે-સાથે અલગ અલગ લોકેશન પણ શૂટ કરેલાં છે અને એક્શન સીન્સ પણ ખૂબ સારી રીતે દર્શાવવામાં આવ્યા છે. લોગનનું કામ શાનદાર છે. ફિલ્મમાં ફાઈટ-એક્શન જોવામાં મજા આવે છે. અા ફિલ્મને હું 4.5 સ્ટાર આપીશ.કેતન પટેલ, નવરંગપુરા

‘લોગન’માં કેમેરાવર્ક-સાઉન્ડ લાજવાબ છે, તેને જેવી ધારી હતી એટલી સારી ના લાગી, પરંતુ ફિલ્મમાં લોગન અને લૌરા જોરદાર લાગે છે. ફિલ્મમાં અન્ય કલાકારોએ પણ સારું કામ કર્યું છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.કેયૂર પટેલ, સોલા
http://sambhaavnews.com/

You might also like