ફિલ્મ રિવ્યું : ‘કહાની-૨’

બાઉન્સ સ્ક્રિપ્ટ મોશન પિક્ચર્સ અને પેન ઇન્ડિયા લિમિટેડના બેનર હેઠળ બનેલી નિર્માતા સુજોય ઘોષ અને જયંતીલાલ ઘડાની ફિલ્મ ‘કહાની-૨’નું નિર્દેશન પણ સુજોય ઘોષે કર્યું છે. ફિલ્મમાં વિદ્યા બાલન અને અર્જુન રામપાલ જેવા કલાકારો છે. સસ્પેન્સ થ્રિલર ‘કહાની-૨ દુર્ગા રાની સિંહ’ ૨૦૧૨માં અાવેલી ‘કહાની’ની સિક્વલ છે. પહેલી ફિલ્મ ‘કહાની’માં ગર્ભવતી વિદ્યા બાગચી લંડનથી કોલકાત્તા પોતાના પતિને શોધતી અાવે છે તો ચાર વર્ષ બાદ ‘કહાની-૨’માં દુર્ગા રાની સિંહ પર અપહરણ અને હત્યાનો અાક્ષેપ છે. અા ફિલ્મના નામ પાછળ પણ એક કહાણી છે. ‘કહાની’ બાદ સુજોય એક ફિલ્મ બનાવી રહ્યા હતા તેનું નામ દુર્ગા રાની સિંહ રાખવાનું હતું, પરંતુ તેમને નામમાં મજા ન અાવતાં ફિલ્મને નવું નામ અપાયું ‘કહાની-૨ દુર્ગા રાની સિંહ’.

અગાઉની ફિલ્મમાં અભિનેતા નવાઝુદ્દીન સિદ્દિકી ઇન્સ્પેક્ટરની ભૂમિકામાં હતો. અા ફિલ્મમાં તેના બદલે અર્જુન રામપાલ છે. કોલકાતા અને નેપાળમાં અા ફિલ્મનું શૂટિંગ થયું છે. ફિલ્મમાં બિગ બી અને જુગલ હંસરાજ પણ જોવા મળશે.

અા ફિલ્મની કહાણીમાં વિદ્યા સિંહાની પુત્રી મિમ્મીનું અપહરણ થઈ ગયું છે. િવદ્યા પરેશાન છે, કેમ કે તેની પુત્રી તેની જિંદગી છે. તે તેના વગર એક મિનિટ પણ રહી શકતી નથી. તે ખૂબ જ દુઃખી છે. ત્યારે જ તેના ઉપર એક ફોન અાવે છે કે તેની પુત્રીને મળવું હોય તો છેલ્લી વાર અા જગ્યા પર અાવી જાય. વિદ્યા ખૂબ જ પરેશાન છે, તેને તેની પુત્રીને મળવાની પણ ઉતાવળ છે ત્યારે જ રોડ ક્રોસ કરતાં ખૂબ જ ઝડપથી ગાડી સાથે વિદ્યા ટકરાય છે. વિદ્યાના હિટ એન્ડ રન કેસની તપાસ કરવાની જવાબદારી ઇન્સ્પેક્ટર ઇન્દ્ર‌િજત સિંહ (અર્જુન રામપાલ) પર અાવે છે. વિદ્યા અંગે જાણતાં તેને ખ્યાલ અાવે છે કે વિદ્યા તો દુર્ગા રાની સિંહ નામની એક મહિલા છે, જેના પર પોતાની બાળકીના અપહરણ અને હત્યાનો કેસ ચાલી રહ્યો છે. કેસ વધુ ઊલઝી જાય છે. શું વિદ્યા સિંહા અને દુર્ગા રાની સિંહ બે અલગ મહિલાઅો છે કે એક જ છે, અા બધી બાબતોને અા ફિલ્મમાં દર્શાવાઈ છે. •
http://sambhaavnews.com/

You might also like